BREAKING NEWS: ‘કભી ખુશી કભી ગમ’ ના અભિનેતાને ઉંઘમાં આવ્યો હાર્ટ એટેક, ફેન્સ ધ્રુસકે ધ્રુસકે રડ્યા, જુઓ તસવીરો

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના ખુબ ફેમસ અભિનેતા વિકાસ સેઠીનું નિધન થયું છે. અભિનેતાએ રવિવાર, 8 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું કહેવાય છે. ઘણા શ્રેષ્ઠ ટીવી શો ઉપરાંત અભિનેતા સુપરહિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં પણ જોવા મળ્યા હતા. થોડા વર્ષો પહેલા એવા સમાચાર હતા કે આર્થિક તંગીને કારણે અભિનેતા ડિપ્રેશનમાં હતા.

તાજેતરમાં આવેલા ટેલી ચક્કરના અહેવાલ અનુસાર, 48 વર્ષીય અભિનેતા વિકાસ સેઠીને ઘરે સૂતા સમયે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. વિકાસે જાન્હવી સાથે લગ્ન કર્યા હતા, જેમનાથી તેમને ટ્વીન્સ કિડ્સ છે.

જણાવી દઈએ કે વિકાસ સેઠી ટેલિવિઝનના લોકપ્રિય ડ્રામા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’, ‘કસૌટી જિંદગી કી’, ‘કહીં તો હોગા’, ‘ગીત હુઈ સબસે પરાઈ’, ‘ઉતરન’ અને ‘સસુરાલ સિમર કા’નો ભાગ રહ્યા છે. આ ઉપરાંત અભિનેતા ‘નચ બલિયે’ના ચોથા સીઝનમાં તેમની પત્ની જાન્હવી સાથે ભાગ લઈ ચૂક્યા છે.

ટીવી શો ઉપરાંત વિકાસ સેઠી વર્ષ 2001ની સુપરહિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમણે કરીના કપૂરના કોલેજ ફ્રેન્ડ રણધીર ઉર્ફે રોબીનો રોલ પ્લે કર્યો હતો. આ રોલ વિકાસ સેઠી પહેલા જોન અબ્રાહમને આપવામાં આવ્યો હતો. જોને ઓછા સ્ક્રીન ટાઈમને કારણે ફિલ્મ નકારી દીધી હતી,

જેના પછી આ રોલ વિકાસ સેઠીને મળ્યો હતો. વિકાસ સેઠીએ વર્ષ 2003માં રિલીઝ થયેલી ઇરોટિક ફિલ્મ ‘ઊપ્સ’માં લીડ રોલ ભજવ્યો હતો. ફિલ્મનું નિર્માણ દીપક તિજોરીએ કર્યું હતું,

YC