ખબર

PM મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ભારતની પ્રજાને કોરોનાની ત્રીજી લહેરને લઈને કહી ડરામણી વાત

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. જે રીતે હાલ વાયરસનો પ્રસાર થયો છે તેને જોતા કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે. આ માટે આપણે અત્યારથી તૈયારી રાખવી પડશે.

વિજય રાઘવને જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરની અસર કેવી રહેશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ આપણે તેને માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે દેશમાં જે ગતિએ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે જોતા કોરોનાની ત્રીજી લહેર અનિવાર્ય છે.

આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં વિજય રાઘવને કહ્યું કે, વાયરસના સંક્રમણથી ઘણા કેસ નોંધાઈ રહ્યાં છે. તેથી હાલમાં એવું કહી શકાય નહીં કે, કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે. પરંતુ આવશે જરૂર, તેથી આપણે આ નવી લહેર માટે તૈયારી કરી દેવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય નહીં.

વિજયરાઘવનનું કહેવું છે કે વાસ્તવિકતામાં ઘણી મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે. જોકે પીક અને ફોલ પર ધ્યાન આપવામાં આવે તો તેમાં લગભગ 12 સપ્તાહનો સમય લાગી શકે છે. આ સમયને રાજ્યો અને જિલ્લાના સંદર્ભમાં જોવા પડશે. સંપૂર્ણ રૂપમાં કેસમાં ઘટાડો થવામાં વધારે સમય લાગશે પણ આ મહિનાના અંત કે આગામી મહિનાની શરૂઆતમાં કેસ ઓછા થતા જોવા મળશે.