ખબર

અમદાવાદમાં કે. સિવને આપ્યું મોટુ નિવેદન : ‘વિક્રમ’ લેન્ડરનો સંપર્ક 2.1 કિ.મી દૂર તૂટ્યો ન હતો, પણ…

ઇસરોના અધ્યક્ષ કે સિવને ચંદ્રયાન-2ને લઈને એક નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ‘આપણું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 300 મીટર નજીક પહોંચી ગયું હતું. લેન્ડિંગનું સૌથી મુખ્ય અને જટિલ ચારણ પાર થઇ ચૂક્યું હતું, જયારે આપણે મિશનના અંતમાં હતા ત્યારે જ સંપર્ક તૂટી ગયો. એ પછી વિક્રમ સાથે શું થયું એ વિશે તપાસ અમારી નેશનલ લેવલની એક કમિટી કરી રહી છે. આ પહેલા જે જાણકારી હતી એ અનુસાર કહેવામાં આવી રહ્યું હતું કે જયારે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો ત્યારે કેન્દ્રની સપાટીથી તે માત્ર 2.1 કિલોમીટર જ દૂર હતું.

નોંધનીય છે કે આ પહેલા ઇસરોના અધ્યક્ષ કે સિવને કહ્યું હતું કે ચંદ્રયાન-2 મિશનમાં 98 ટકા લક્ષ્ય પ્રાપ્ત થયું છે. તેમને કહ્યું હતું ચંદ્રયાન-2નું ઓર્બિટર સરખી રીતે કામ કરી રહ્યું છે અને નક્કી કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયોગો પણ સરખી રીતે કરી રહ્યું છે.

Image Source

કે સિવને કહ્યું, ‘અમે કહી રહયા છીએ કે કેન્દ્રયાન-2એ 98 ટકા લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે, એના બે કારણો છે – પહેલું વિજ્ઞાન અને બીજું પ્રાદ્યોગિક પ્રમાણ. પ્રાદ્યોગિક પ્રમાણ મોરચા પર લગભગ પૂરી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.’

સિવને કહ્યું હતું કે ઓર્બિટર માટે શરૂઆતમાં એક વર્ષની યોજના બનાવવામાં આવી હતી. તેમને કહ્યું કે સંભાવના છે કે આ સાડા સાત વર્ષો સુધી ચાલશે. તેમને કહ્યું, ‘ઓર્બિટર નક્કી કરવામાં આવેલા પ્રયોગો પૂરી સંતુષ્ટિ સાથે કરી રહ્યું છે. ઓર્બીટરમાં આઠ ઉપકરણો છે અને આઠેય ઉપકરણો પોતાનું કામ સરખી રીતે કરી રહયા છે.’

Image Source

જણાવી દઈએ કે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચંદ્રની સપાટી પર પહોંચવાની બે ઘડી પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. આ પછીથી ઈસરો સતત લેન્ડર સાથે સંપર્ક કરવાની અને સંપર્ક તૂટવાના કારણો જાણવાની કોશિશો કરવામાં લાગ્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.