ખબર મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતનાં પિતાજી આ બીમારીને લીધે હોસ્પિટલમાં દાખલ

સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકો માટે એકવાર ફરીથી આઘાત જનક સમાચાર સામે આવ્યા છે. સુશાંતના પિતા કે.કે સિંહને ફરિદાબાદની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

Image Source

કે.કે સિંહને ઘણા સમયથી હૃદયની બીમારી હતી એવામાં તબિયત ખરાબ થઇ જતા એડમિટ કરવામાં આવ્યા છે. જો કે સુશાંતના નિધન વખતે પણ તેને હૃદયની સમસ્યાને લીધે જ એડમિટ કરવામાં આવ્યા હતા.એવામા હોસ્પિટલમાંથી કે.કે સિંહની પોતાની દીકરીઓ પ્રિયંકા અને મિતુ સિંહ સાથેની તવસીર સામે આવી છે.

Image Source

જો કે કે.કે સિંહની તબિયતમાં ઘણો સુધાર આવી ગયો છે. તસ્વીરમાં પણ કે.કે સિંહ બેડ પર બેઠેલા છે હળવું સ્મિત કરતા દેખાઈ રહ્યા છે અને બંને દીકરીઓ તેની પાસે ઉભેલી છે. કે.કે સિંહની આ તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે અને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને જલ્દી તેમના સાજા થઇ જવાની કામના કરી રહ્યા છે.

ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના એકાઉન્ટ પર સુશાંતના પિતાની આ તસ્વીર શેર કરી હતી અને કહ્યું હતું કે,”સુશાંતના પિતા હૃદયની સમસ્યાને લીધે ફરીદાબાદ હોસ્પિટલમાં એડમિટ છે, તેના જલ્દી સ્વસ્થ થવાની દુવા કરો”. દીકરા વિહોણા થનારા કે.કે સિંહની દેખભાળ તેની દીકરીઓ કરી રહી છે.