ખબર

BJP ના આ દિગ્ગજ નેતા અને તેના માતાને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, નામ જાણીને વિશ્વાસ નહિ આવે

કોરોનાનું સંક્ર્મણ દિવસે-દિવસે વધી રહ્યું છે. દરરોજ જ કોરોનના કેસમાં વધારો થયો જાય છે. દેશમાં કોરોનથી સંક્રમિત લોકોની સંખ્યા 267,249 પહોંચી ગઈ છે. કોરોનાને કારણે દેશમાં 7,478 લોકોમાં મોત નીપજી ચુક્યા છે. જયારે 129,215 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Image Source

કોરોનની ઝપેટે હવે રાજકીય નેતાઓ પણ આવી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેનો દીલ્હીની મેક્સ હોસ્પિટલમાં સાઈલાજ ચાલી રહ્યો છે. સિંધિયાને ગળામાં ખારાશ અને તાવ હતો. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jyotiraditya M. Scindia (@jyotiradityascindia) on

જણાવી દઈએ કે, જ્યોતિરાદિત્યને ચાર દિવસ પહેલા મેક્સ સાકેતમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની માતામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમ છતા આજે બન્નેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બન્નેની સારવાર ચાલી રહી છે. હવે જ્યોતિરાદિત્ય અને તેમની માતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાથે તેમના કોરોના સોર્સની તપાસ પણ ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ તરફથી રાજ્યસભાની ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર ભર્યા પછી ભોપાલથી સીધા દિલ્હી આવ્યા હતા. આ પછી જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી તેઓ દિલ્હીમાં છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા બાદ ગ્વાલિયર આવ્યા ન હતા. સમર્થકો મધ્યપ્રદેશની પેટા-ચૂંટણીઓની તૈયારીની રાહ જોઈ રહ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.