ખબર

1200 કિલોમીટરનું સાઇકલ ઉપર અંતર કાપીને પોતાના બીમાર પિતાને ઘરે લાવેલી જ્યોતિની કિસ્મત ખુલી ગઈ

આ લોકડાઉનમાં જ ઘણા એવા કિસ્સાઓ સાંભળવા મળ્યા જે આજ પહેલા ક્યારેય નહિ સાંભળ્યા હોય, પ્રવિશ મજૂરોની સફર અને તેમની વેદનાથી લઈને ઘણી એવી બાબતો સાંભળવા મળી જે હૃદયને સ્પર્શી જાય, એવી જ એક ઘટના બની હતી એક દીકરી જ્યોતિની જે પોતાના બીમાર પિતાને લેવા માટે 500 રૂપિયાની સાયકલ ખરીદી અને ગુરુગ્રમથી બિહાર દરભંગા સુધીનું 1200 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી હતી. હવે તેની કિસ્મતમાં પણ પલટો આવ્યો છે. ઘણા લોકોએ તેના આ સાહસને બિરદાવ્યું હતું.

અમેરિકી રાતસત્રપતી ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ દ્વારા પણ એક ટ્વીટ કરી અને તેના આ સાહસને બિરદાવવામાં આવ્યું હતું હવે ભારતીય સાઈકિલિંગ મહાસંઘ દ્વારા પણ જ્યોતિને ક્ષમતાવાન જાહેર કરતા તેને મહાસંઘ ટ્રાયલનો ચાન્સ આપશે અને જો તે સીએફઆઈ ના માનકો ઉપર થોડી પણ કારગર નીવડે છે તો તેને વિશેષ ટ્રેનિંગ અને કોચિંગ આપવામાં આવશે.

Image Source

જ્યોતિએ તેના પિતાને લાવવા માટે રોજ 100થી 150 કિલોમીટર સુધીની સાઇકલ ચલાવતી હતી, વીએન સિંહનું કહેવું છે કે મહાસંઘ હંમેશા પ્રતિભાવાન ખેલાડીઓની શોધમાં રહે છે અને જો જ્યોતિ તેમાં સફળ નીવડે છે તો તેને દરેક રીતે મદદ કરવામાં આવશે.

Image Source

જો જ્યોતિ આ માનદંડોમાં ખરી ઉતરે છે તો તેને વિદેશથી આવેલી સાઇકલ ઉપર તાલીમ આપવામાં આવશે, તાલીમ આપવા વિશે જયારે પૂછવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે જ્યોતિને આ વિશે વાત કરી દેવામાં આવી છે અને લોકડાઉન પૂરું થતા જ તેને ચાન્સ આપવામાં આવશે, તે દિલ્હી આવશે અને ઈન્દીરીગંધી સ્ટેડિયમમાં તેનો નાનો ટેસ્ટ લેવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.