27 પૈસાનો આ શેર આજે પહોંચ્યો 1300 રૂપિયા, 1 લાખના રોકાણકારોના થયા 50 કરોડથી પણ વધારે…જલ્દી જુઓ તમારી પાસે નથી ને ક્યાંક

Multibagger Penny Stock: શેરબજારમાં પૈસા બનાવવા માટે ધૈર્ય મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ડેટાથી ખબર પડે છે કે દલાલ સ્ટ્રીટ પર ઘણા શેર છે, જેણે છેલ્લા બે દાયકામાં 500 ગણા રિટર્ન આપ્યુ છે. આજે અમે તમને એક એવા જ શેર વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેણે લાંબી અવધિમાં પોતાના નિવેશકોને તગડુ રિટર્ન આપ્યુ છે.

આ શેર જ્યોતિ રેજિન્સ એન્ડ એડડેસિવ્સ (Jyoti Resins and Adhesives Ltd) છે. આ કંપનીનો શેર બુધવારના રોજ 1,394.60 પર બંધ રહ્યો હતો. આ શેર 14 જૂન 2003ના રોજ 27 પૈસાના ભાવે વેચાઇ રહ્યો હતો, એટલે કે 20 વર્ષમાં આ શેરેલગભગ 516196.3% રિટર્ન આપ્યુ છે. ત્યાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો, આ શેરે પાંચ વક્ષમાં લગભગ 4,848.90% રિટર્ન આપ્યુ છે.

આ દરમિયાન તેની કિંમત 28 રૂપિયાથી વધી વર્તમાન પ્રાઇસ પર પહોંચી છે. એ જ રીતે જ્યોતિ રેઝિન્સVE સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 73.66% અને આ વર્ષે YTDમાં 12.27% વળતર આપ્યું છે. જો કે, છેલ્લા એક મહિનામાં શેર વેચાણના દબાણ હેઠળ છે અને આ સમયગાળા દરમિયાન 10.89% ઘટ્યો છે.

File Pic

જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સ લિમિટેડના શેરની કિંમતના ઇતિહાસ અનુસાર, જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલાં આ શેરમાં 27 પૈસાના ભાવે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે 51 કરોડ થયા હોત, એ જ રીતે, જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે અત્યાર સુધીમાં લગભગ રૂ. 50 લાખ થઈ ગયું હોત.

Shah Jina