ખબર

બીમાર પિતાને સાઇકલ પર બેસાડીને છોકરીએ જેટલી અંતર કાપ્યું, એ જાણીને તમે એને શાબાશી આપશો!

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા મજૂરો સતત શક્ય હોય એ રીતે કે પગપાળા પોતાના વતન જઈ રહ્યા છે. ત્યારે એક એવો કિસ્સો પણ સામે આવ્યો છે કે જેમાં એક યુવતીએ પોતાના પિતાને સાયકલ પર બેસાડીને સાત દિવસમાં કુલ 1200 કિલોમીટર દૂર હરિયાણાના ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધી આવી.

જ્યોતિના પિતા ગુરુગ્રામમાં ભાડા પર ઈ-રીક્ષા ચલાવતા હતા, પણ જાન્યુઆરીમાં તેમનો અકસ્માત થઇ ગયો. જ્યોતિની માતા અને ચાર-ભાઈ બહેનો સાથે પિતા પાસે ગઈ પણ જ્યોતિની મા આંગણવાડીમાં કામ કરતી હોવાથી વધુ સમય ત્યાં રોકાઈ ન શકી અને જ્યોતિને ગુરુગ્રામ જ મૂકીને આવી ગઈ. એ પછી લોકડાઉન થયું અને પૈસા પણ ખતમ થવા લાગ્યા.

Image Source

તેમને ખાવા-પીવામાં તકલીફ થવા લાગી અને મકાનમાલિક પણ ધમકીઓ આપી રહ્યો હતો, લોકડાઉન પણ વધી રહ્યું હતું, રાશન ખતમ થઇ ગયું હતું, તો તેમને લાગ્યું કે ભૂખ્યા મરી જશે, એટલે જ્યોતિએ હિમ્મત કરીને સાયકલ લઇ આવી અને પિતાને સાયકલ પર બેસાડીને દરભંગા પહોંચી.

લોકડાઉનમાં બીજા કોઈ વાહનો ન મળવાને કારણે તેમને સાયકલથી આ મુસાફરી કરી. દરમ્યાન જ્યોતિના પિતાને 1000 રૂપિયાની કોરોના સહાયની રકમ મળી, તો તેને સેકન્ડહેન્ડ સાયકલ ખરીદી. પહેલા તો જ્યોતિના પિતા સાયકલ પર જવા માટે માનતા ન હતા પણ પછી જ્યોતિ એમને મનાવીને લઇ આવી. આગળ રસ્તામાં લોકોએ થોડી મદદ કરી. બે દિવસ ભૂખ્યા પણ રહયા અને આખરે સાત દિવસ સાયકલ પર મુસાફરી કર્યા બાદ દરભંગા પહોંચ્યા.

જ્યોતિએ સતત સાત દિવસ સાયકલ ચાલી, રોજ એ લગભગ 100-150 કિલોમીટર સાયકલ ચલાવતી હતી. પિતાને પાછળ બેસાડી રાખ્યા હતા, થાકતી ત્યારે રસ્તાના કિનારે બેસીને થાક ખાઈ લેતી અને ફરી આગળ વધતી. હાલ જ્યોતિ ઘરે પહોંચી ચુકી છે અને બધા જ તેને શાબાશી આપી રહયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.