ધાર્મિક-દુનિયા

અકબર અને અંગ્રેજોએ કર્યો હતો માતાજીની જ્યોત બુઝાવવાનો પ્રયત્ન, થયો મોટો ચમત્કાર

અહીંયા માતાજીએ એવો ચમત્કાર બતાવ્યો કે અકબર પગે પડતો આવ્યો હતો અને પછી

જ્વાલા દેવી મંદિર હિમાચલ પ્રદેશમાં કાંગડા ખીણથી 30 કિ.મી. દક્ષિણમાં સ્થિત છે. આ મંદિર 51 શક્તિપીઠોમાં શામેલ છે. જ્વાલા દેવી મંદિર જોતાવાલી મંદિર અને નગરકોટ તરીકે પણ ઓળખાય છે. માતાના અન્ય મંદિરોની તુલનામાં આ મંદિર અનન્ય છે કારણ કે અહીં કોઈ મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નીકળતી નવ જ્વાળાઓની પૂજા થાય છે.

Image Source

જ્વાલા દેવી મંદિર શોધવાનું શ્રેય પાંડવોને જાય છે. આ પવિત્ર ધાર્મિક સ્થળ તેમના દ્વારા શોધાયું હતું. માતા સતીની જીભ આ સ્થળે પડી. આ મંદિરમાં માતાના દર્શન જ્યોતિ સ્વરૂપે થાય છે. મંદિરની અંદર માતાની નવ જ્યોતિઓ છે, જેને મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યાવાસની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા, અંજીદેવીના નામથી ઓળખવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર, જ્વાલા દેવી મંદિર 51 શક્તિપીઠમાંનું એક છે, જ્યાં નવરાત્રિમાં ભક્તોનો ધસારો રહે છે. ભારતભરમાં કુલ 51 શક્તિપીઠો છે. આ બધા મંદિરો શિવ અને શક્તિ સાથે જોડાયેલા છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ તમામ સ્થાનો પર દેવીના શરીરના વિવિધ અંગો પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે જ્વાલાજીમાં માતા સતીની જીભ પડી હતી.

Image Source

એક દંતકથા અનુસાર, પ્રાચીન સમયમાં માતાના અનન્ય ભક્ત હતા ગોરખનાથ. જે માતાની દિલથી સેવા કરતા હતા. એકવાર ગોરખનાથને ભૂખ લાગી ત્યારે તેમને માતાને કહ્યું કે તમે આગ સળગાવીને પાણી ગરમ કરો, હું ભિક્ષા માંગીને લાઉં છું. માતાએ કહયા અનુસાર, આગ લગાવીને પાણી ગરમ કર્યું અને ગોરખનાથની રાહ જોવા લાગ્યા, પણ ગોરખનાથ અત્યાર સુધી પાછા ફર્યા નથી. માતા આજે પણ જ્યોત પ્રગટાવીને પોતાના ભક્તની રાહ જોઈ રહી છે.

જ્વાલા દેવી મંદિરની પાસે જ બાબા ગોરખનાથનું મંદિર છે. આ મંદિરનું પ્રાથમિક બાંધકામ રાજા ભૂમિચંદ દ્વારા કરવામાં આવ્યું હતું. પાછળથી 1835માં, મહારાજા રણજીતસિંહ અને રાજા સંસારચંદે આ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કરાવ્યું. આ જ કારણ છે કે આ મંદિરમાં હિન્દુઓ અને શીખની સમાન આસ્થા છે.

Image Source

એક સમયની વાત છે જયારે દેશમાં અકબરનું રાજ હતું. સમ્રાટ અકબરે આ મંદિર વિશે સાંભળ્યું અને તે સાંભળીને હેરાન રહી ગયો. તેણે પોતાની સેનાને બોલાવી અને પોતે મંદિર તરફ પ્રયાણ કર્યું. મંદિરમાં સળગતી જ્યોત જોઈને તેના મનમાં શન્કા જાગી, તેને જ્યોત બુઝાવવા માટે નહેરનું નિર્માણ કરાવ્યું, તેણે પોતાની સેનાને મંદિરમાં સળગતી જ્યોતિઓ પર પાણી નાખીને બુઝાવવાનો આદેશ આપ્યો. લાખો પ્રયત્નો કર્યા પછી પણ અકબરની સેના મંદિરની જ્યોતને બુઝાવી શકી નહીં.

Image Source

આમ અકબરને દેવીની શક્તિનો અહેસાસ થયો. સમ્રાટ અકબરે દેવીના મંદિરમાં સોનાનું છત્ર પણ ચઢાવ્યું પણ તેના મનમાં એ વાતનું અભિમાન આવ્યું કે તે સોનાનું છત્ર ચઢાવવા માટે લઈ આવ્યો, તો માતાએ તેના જ હાથેથી આ ચત્ર પડાવી લીધું અને એક એવી અજીબ ધાતુનું બનાવી દીધું કે જે આજ સુધી એક રહસ્ય છે. આ છત્ર આજે પણ મંદિરમાં હાજર છે.

પર્યટન મંદિરનો મુખ્ય દરવાજો એકદમ સુંદર અને ભવ્ય છે. મંદિરમાં પ્રવેશ સાથે ડાબી બાજુ અકબર નહેર છે. આ નહેર અકબર દ્વારા બનાવવામાં આવી હતી. મંદિરમાં પ્રગટતી જ્વાળાઓને બુઝાવવા માટે તેણે આ નહેર બનાવડાવી હતી. તેની આગળ મંદિરનો ગર્ભ દ્વાર છે, જેની અંદર માતા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. મંદિરમાં નવ જ્યોતિઓ છે જે જુદા જુદા નામોથી ઓળખાય છે. અંગ્રેજોએ પણ આ જ્યોતિઓને બુજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

Image Source

વૈજ્ઞાનિકો પણ આ જ્યોતનું સતત સળગાવવાનું કારણ શોધી શક્યા નથી. એટલું જ નહીં ભૂસ્તરશાસ્ત્રીઓ છેલ્લા સાત દાયકાથી આ વિસ્તારમાં તંબુઓ તાણીને બેઠા છે, તેઓ પણ આ જ્યોતનાં મૂળ સુધી પહોંચી શક્યા નથી.

નવરાત્રિ દરમિયાન જ્વાલાજીમાં એક મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષની બે નવરાત્રિ અહીં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં આવતા યાત્રાળુઓની સંખ્યા બમણી થઇ જાય છે. આ દિવસોમાં અહીં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

Image Source

આરતી દરમિયાન મંદિરનું અદભૂત દૃશ્ય હોય છે. મંદિરમાં પાંચ વખત આરતી કરવામાં આવે છે. પહેલી આરતી મંદિરના દરવાજા ખુલતાની સાથે જ સૂર્યોદય સાથે કરવામાં આવે છે. બીજી બપોરે કરવામાં આવે છે. આરતીની સાથે માતાને ભોગ પણ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ સાંજની આરતી થાય છે. ત્યારબાદ રાત્રે આરતી થાય છે. આ પછી, દેવીનો સૂવાનો પલંગ તૈયાર કરવામાં આવે છે. તેને ફૂલો અને સુગંધિત સામગ્રીથી સજાવવામાં આવે છે. આ પછી દેવીની શયન આરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.

કેવી રીતે પહોંચવું – પઠાણકોટ, દિલ્હી, સિમલા જેવા મોટા શહેરોથી જ્વાલામુખી મંદિર સુધી બસ અને કારની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત મુસાફરો તેમના ખાનગી વાહનો અને હિમાચલ પ્રદેશ પર્યટન વિભાગની બસો દ્વારા પણ ત્યાં પહોંચી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.