જ્યોતિષ શાસ્ત્ર

બુટ પહેરવામાં રાખો આ 6 વસ્તુઓન ધ્યાન, શનિદેવની કૃપાથી બગડેલા કામ થઇ જશે સારા

જ્યોતિષ શાસ્ત્રમાં આપણાં જીવનને લગતી નાનામાં નાની વસ્તુ અને મોટામાં મોટી વસ્તુઓને કોઈકને કોઈક ગ્રહ સાથે જોડવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુટ-ચપ્પલ શનિ દેવનું પ્રતિનિધત્વ કરે છે. તેથી જ શનિની ખરાબ દ્રષ્ટિ પડે ત્યારે કાળા બુટનું દાન કરવાનું જણાવ્યું છે. તેથી આપણે ક્યાં બુટ ક્યારે પહેરીએ, કઈ રીતે પહેરીએ અને કઈ જગ્યાએ પહેરવા આ બધાની અસર આપણાં ભાગ્ય પર થાય છે.

Image Source

જો આપણે બુટ-ચપ્પલને લગતી બાબતો જાણી લઈએ તો આપણા દુર્ભાગ્ય દૂર થઈને સદ્ભાગ્ય સારું થઇ જશે તેનાથી તમને જોવામાં સફળતા પણ પ્રાપ્ત થશે.

તો ચાલો જાણીએ 6 મહત્વની બાબતો.

1. જીવનમાં ક્યારેય પણ ભેટમાં મળેલા અથવા તો કોઈના ચોરી કરીને બુટ ન પહેરવા જોઈએ. એવા બુટ પહેરવાથી તમે ક્યારે ઉપર નહીં આવી શકો. તમારું ભાગ્ય કાયમને માટે અટકી જાય છે.

Image Source

2. તમારા ઓફિસ અથવા કામની જગ્યા પર વાદળી રંગના બુટ ક્યારેય નહીં પહેરવા. તેનાથી સફળ થતા કામ પણ બગડી જાય છે. બેન્ક અથવા શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતા લોકોને કોફી રંગના અથવા ડાર્ક બ્રાઉન રંગના બુટ પહેરવા અશુભ ગણાય.

3. ક્યારેય પણ નોકરી શોધવા અથવા ઇન્ટરવ્યૂમાં જાઓ, ત્યારે ફાટેલા અથવા ખરાબ થઇ ગયેલા બુટ ક્યારેય ન પહેરવા જોઈએ. તેનાથી તમને અસફળતા જ મળશે અને તમને નિરાશ થઇ શકો છો.

Image Source

4. મેડિકલ ક્ષેત્રેના લોકોએ અને ડોકટર, ફાર્મસી અને લોંખડનું કામ કરતા લોકોએ સફેદ બુટ ન પહેરવા જોઈએ. તેનાથી તેમને આર્થિક નુકશાન થઇ શકે છે. આયુર્વેદિક કામ સાથે જોડાયેલા લોકોએ આસમાની રંગના બુટ ન પહેરવા જોઈએ. આવું કરવાથી તમારા ઉપર ખરાબ કે અશુભ અસર થાય છે.

5. કયારે પણ ઘરે બુટ-ચપ્પલ પહેરીને ભોજન ન કરવું જોઈએ. જો કોઈ મોટી ઇમર્જન્સી આવે ત્યારની વાત અલગ છે પણ આવું કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે.

Image Source

6. વસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ક્યારેય ભૂલથી પણ બુટ-ચપ્પલ રાખવા ન જોઈએ અને ઉતારવા પણ ન જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.