કેનેડાના PMએ ભારતીયોને આપ્યો મોટો ઝટકો, હવે નોકરી કરવી થશે મુશ્કેલ-જાણો આખી મેટર

PM જસ્ટિન ટ્રુડોએ ભારતીયો સ્ટુડન્ટને આપ્યો મોટો ઝટકો, હવે કેનેડામાં નોકરી મેળવવામાં હાલત કફોડી થશે, જાણો સમગ મામલો

વિદેશી ભૂમિ કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. આવી સ્થિતિમાં જો ત્યાંની સરકાર કોઈ નિર્ણય લે તો તેની સીધી અસર ભારત પર પડે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે એક મોટી જાહેરાત કરી. ટ્રુડોએ કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. પીએમ ટ્રુડોએ લખ્યુ- અમે કેનેડામાં ઓછા વેતનવાળા અસ્થાયી શ્રમિકોની સંખ્યા ઓછી કરી રહ્યા છીએ.

દેશનું લેબર માર્કેટ ઘણું બદલાઈ ગયું છે. હવે સમય આવી ગયો છે કે અમારી કંપનીઓ કેનેડાના કામદારો અને યુવાનોને વધુને વધુ નોકરીઓ પ્રદાન કરે. કેનેડામાં રહેતા વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય શીખ અને વિદ્યાર્થીઓ છે. જેઓ ત્યાં રહે છે અને નાના ઉદ્યોગો અને કંપનીઓમાં કામ કરે છે. કોરોના પછીના સમયગાળામાં શ્રમની તીવ્ર અછત દરમિયાન સરકારે પ્રતિબંધો હળવા કર્યા બાદ કેનેડામાં વિદેશી કામદારોની સંખ્યામાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે.

કેનેડાના કેટલાક નિષ્ણાતો માને છે કે આ પગલાથી સ્થાનિક લોકો અને યુવાનોમાં બેરોજગારી વધી છે આ બધાને કારણે ટ્રુડોએ હવે કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરવી પડી છે. કેનેડામાં સ્થાનિક લોકોને મહત્તમ નોકરીઓ આપવાની વાત કરવામાં આવી છે. જેથી કેનેડાના લોકોને વધુમાં વધુ રોજગારીનો લાભ મળી શકે.

Shah Jina