આ વ્યક્તિએ 52 કરોડમાં ખરીદ્યુ એક કેળુ, જ્યારે મીડિયા દોડતી-દોડતી પહોંચી, બધાની વચ્ચે કર્યુ એવું કામ કે શોર મચાવવા લાગી ભીડ
મૂળ ચીનના ક્રિપ્ટોકરન્સીના સંસ્થાપક જસ્ટિન સન એ એક અદ્ભુત પરાક્રમ કર્યું. તેમણે પહેલા 6.2 મિલિયન ડોલર એટલે કે 52.4 કરોડ રૂપિયા ખર્ચીને દિવાલ પર સિલ્વર ટેપથી ચોંટેલ કેળાનું આર્ટવર્ક ખરીદ્યું અને આ પછી મીડિયા અને અન્ય લોકોની હાજરીમાં તેને ખાઇ લીધું. હોંગકોંગમાં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન તેમણે પહેલા મીડિયા સાથે વાત કરી અને પછી ઈટાલિયન કલાકાર મૌરિઝિયો કેટેલન દ્વારા બનાવવામાં આવેલ આર્ટવર્કને ફેમસ કર્યા બાદ દુનિયાનું સૌથી મોંઘું કેળું ખાધું.
સન એ ફળના સ્વાદ વિશે જણાવતા કલા અને ક્રિપ્ટો વચ્ચે સમાનતાઓ બતાવી. કેળું ખાધા પછી તેમણે કહ્યું કે તે અન્ય કેળા કરતાં ઘણું સારું છે.અહેવાલ મુજબ, આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને સ્મૃતિચિહ્ન તરીકે એક કેળું અને ડક્ટ ટેપનો રોલ આપવામાં આવ્યો હતો. કેળાનું પહેલા ઓક્શન યોજાયુ. સને અગાઉ અન્ય છ લોકો સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ હરાજી ન્યુયોર્કમાં થઈ હતી. આ પહેલીવાર નથી કે આર્ટવર્ક સાથેનું કેળું ખાવામાં આવ્યું હોય. આ પ્રકારનું કેળું આ પહેલા પણ બે વાર ખાવામાં આવ્યુ છે. આવું કેળું સૌપ્રથમ 2019માં એક પર્ફોર્મન્સ આર્ટિસ્ટ દ્વારા અને પછી 2023માં દક્ષિણ કોરિયાના એક વિદ્યાર્થી દ્વારા ખાવામાં આવ્યુ હતું. જો કે, અગાઉના કેસોમાં કોઈએ પૈસા ખર્ચ્યા ન હતા.
ઉદ્યોગપતિ સન એ ગયા અઠવાડિયે હરાજી જીત્યા પછી તરત જ આર્ટવર્કના ઇતિહાસનો હિસ્સો બનાવવા માટે ફળ ખાવાની તેની યોજના જાહેર કરી હતી. તેણે તે સમયે કહ્યું હતું કે, “આગામી દિવસોમાં, હું આર્ટવર્ક ધરાવતું કેળું ખાઈશ જેથી કલા ઇતિહાસ અને લોકપ્રિય સંસ્કૃતિ બંનેમાં તેનું સ્થાન સન્માનિત થાય. “તે એક સાંસ્કૃતિક ઘટનાનું પ્રતિનિધિત્વ કરે છે જે કલા, મેમ્સ અને ક્રિપ્ટોકરન્સી સમુદાયની દુનિયાને જોડે છે.”