અનંત રાધિકાના સંગીતમાં 82 કરોડ આપીને પોપ સ્ટાર જસ્ટિન બીબરને બોલાવ્યો, આપ્યુ શાનદાર પર્ફોમન્સ, પરિવાર સહિત બોલિવુડ પણ ઝૂમી ઉઠ્યુ!

અનંત અને રાધિકાના લગ્નના કાર્યક્રમો શરુ થઇ ગયા છે. 3જી જુલાઈના રોજ મામેરુ વિધિ બાદ 4થી જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ સંગીત સેરેમની Jio સેન્ટરમાં થઈ હતી, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ સુધીની ઘણી હસ્તીઓએ આ પ્રસંગે પોતાના એક્ટિંગ અને સ્ટાઇલથી દરેકને પ્રભાવિત કર્યા હતા. રાધિકા-અનંતના ભવ્ય સંગીતના દરેક ડાન્સ પર્ફોન્સના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અંબાણીના સંગીત સમારોહનું સૌથી જોરદાર પ્રદર્શન વિશ્વવિખ્યાત ગાયક જસ્ટિન બીબરનું હતું. જસ્ટિનનું પર્ફોર્મન્સ મોડી રાત્રે શરૂ થયું હતું. પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચ્યો હતો અને હવે આ ઈવેન્ટના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેનું 14 વર્ષ જૂનું ગીત ‘બેબી’ ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જસ્ટિને અંબાણી ફેમિલી ફંક્શનમાં પોતાના પાવર-પેક્ડ પરફોર્મન્સથી બધાને ડાન્સ કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)


આ સોંગ પર જુમ્યા અંબાણી પરિવાર અને મહેમાનો
સંગીત સેરેમનીમાં જસ્ટીન બીબરે 14 વર્ષ જૂનું તેનો સૌથી પોપ્યુલર થયેલુ સોંગ બેબી ગાયું હતુ. આ સોંગ શરુ થતા જ અંબાણી પરિવારના મહેમાનો જુમી ઉઠ્યા હતા.આ સિવાય, જસ્ટિને પણ ‘નેવર લેટ યુ ગો’, ‘લવ યોરસેલ્ફ’, ‘પીચીસ’, ‘બોયફ્રેન્ડ’, ‘સોરી’ અને ‘વ્હેર આર યુ નાઉ’ જેવા લોકપ્રિય ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આવેલ વિડિયોમાં, જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતો પણ જોવા મળ્યો હતો, જેમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા. આ દરમિયાન જસ્ટિન સ્ટેજ પર એક છોકરીને ગળે લગાવે છે, જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

ઉલ્લેખનીય છે કે, જસ્ટિને લગભગ એક વર્ષથી જાહેરમાં વધુ પ્રદર્શન કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને ‘રેમસે હન્ટ સિન્ડ્રોમ’ નામની એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી અસર થઈ હતી, જેના કારણે તેના ચહેરા પર પણ અસર થઈ હતી. આ રોગથી પ્રભાવિત થયા પછી, તેણે પોતાનો વિશ્વ પ્રવાસ રદ કર્યો

 

View this post on Instagram

 

A post shared by HT City (@htcity)

yc.naresh