શનિ બાદ ગુરુ થશે વક્રી, આ રાશિના લોકોની કિસ્મત ખુલી જશે, પૈસાનો થશે વરસાદ

Guru Vakri 2022: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું વિશેષ મહત્વ છે. ધન વૈભવ, સૌભાગ્ય આપનાર ગ્રહ ગુરુ હવે ઉલ્ટી ચાલ ચાલવા જઈ રહ્યો છે. તે પોતાની રાશિ મીનથી 29 જુલાઈથી વક્રી થશે. ગુરુએ 13 એપ્રીલ 2022ના રોજ મીન રાશિમાં ગોચર કર્યું હતું. ગુરુના વક્રી થવાથી સારી અને ખરાબ બન્ને અસર બધી રાશિઓ પર થશે. આ સમયે 4 રાશિના લોકોને વિશેષ લાભ થશે કારણ કે વક્રી ગુરુ તેના પર વિશેષ કૃપા વરસાવશે.

1.વૃષભ રાશિ: ગુરુના વક્રી થવાથી વૃષભ રાશિના જાતકોને ખુબ લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. નોકરીમાં ઈન્ક્રીમેન્ટ મળશે અને સાથે સાથે પ્રમોશન પણ મળશે. વેપાર ધંધામાં નવા નવા પ્રોજેક્ટ મળશે. પરિવારની આર્થિક સ્થિતિ સુધરશે. શરીર સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. પરિવાર સાથે કોઈ મોટી ટૂરમાં જવાનો યોગ બનશે. આ ઉપરાંત ધાર્મિક યાત્રાએ પણ જઈ શકો છો.

2.મિથુન રાશિ: મિથુન રાશિના જાતકોને પણ વક્રી ગુરુ લાભકારક સાબિત થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. સમાજમાં સારી કિર્તી મળશે. રાજકારણમાં રહેલા વ્યક્તિને ઉચ્ચ પદ મળશે. નોકરીના કામ અર્થે વિદેશ પ્રવાસ પણ થઈ શકે છે. તમારી કેરિયરમાં પણ ગ્રોથ થશે. કોઈ જુની બિમારીમાંથી છૂટકારો મળશે, વડિલોના આશિર્વાદ મળશે.

3.કર્ક રાશિ: ગુરુની વક્રી ચાલ કર્ક રાશિના લોકો માટે સારા દિવસો લઈને આવશે. તેમને અજાણ્યા લોકો પાસેથી ધન લાભ થશે. તેમને આ સમયે પદ, પૈસા, પ્રતિષ્ઠા મળશે. આ ઉપરાંત લાંબા સમયથી અટવાયેલા કામો પૂર્ણ થશે. શરીર સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે.

4.કુંભ રાશિ: મીન રાશિમાં વક્રી થનાર ગુરુ કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ કરાવશે. વેપાર ધંધામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને પણ લાભ થશે. આ સમયગાળા દરમિયાન તમે કરેલા રોકાણ પર સારુ વળતર મળશે. નવી કાર કે ઘર લેવાનો યોગ બની રહ્યો છે. વડિલો તરફથી સાથ સહકાર મળશે. ધારેલા કામો પૂર્ણ થશે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે. વેપારમાં વધુ નફો મળશે.મિત્રો તરફથી સાથ સહકાર મળતા નવા કેરિયરમાં નવા શિખરો સર કરી શકશો.

YC