મનોરંજન

જુઓ આ 7 સુપર હીટ ફિલ્મોમાં થઇ આટલી મોટી ભૂલો, તમે ક્યારેય નોટીસ પણ નહી કર્યું હોય

આપણા દેશમાં બોલિવૂડ ફિલ્મો માટે લોકોમાં કેટલી દીવાનગી છે એ તો જગજાહેર છે. અને લોકોમાં દીવાનગી તો એ પ્રકારની છે કે જે ફિલ્મ પસંદ આવી જાય એને વારે વારે જોયા કરતા હોય છે. બોલિવૂડમાં એવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો છે, જે આપણને ખૂબ જ પસંદ આવી હશે. બોલિવૂડ ફિલ્મો તેમના એન્ટરટેનમેન્ટ, ગીતો અને સ્ટોરી માટે જાણીતી છે.

જો કે ફિલ્મ બનાવવી મોટી વાત હોય છે. તેમાં સ્ટાર્સનાં નખરા, લોકેશન, સેંસર બોર્ડ જેવા તમામા ગોટાળા હોય છે. ત્યારે જ તો એક ફિલ્મ બનાવામાં સેંકડો લોકો કામ કરવામાં લાગેલા હોય છે. છતાં પણ ફિલ્મમાં કોઈને કોઈ ભૂલ તો થઇ જ હોય છે. ત્યારે જ તો કહેવાય છે કે દુનિયામાં કઈ પણ પરફેક્ટ નથી.

જો કે અમે ફિલ્મોની ભૂલ નથી કાઢી રહ્યા, પણ માત્ર એ કહેવા માંગીએ છીએ કે તમે ઘણીવાર ઘણી ફિલ્મો જોઈ હશે પણ તેમાં થયેલી ભૂલોને ક્યારેય પણ નોટીસ નહી કરી હોય. ત્યારે જ તો અમે આ આર્ટીકલ તમારા માટે લાવ્યા છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે તેને જોયા બાદ તમે એકવાર તો જરૂર વિચાર કરશો, ‘અરે આ વાત મેં પહેલા નોટીસ કેમ નોતી કરી’.

1. પેરેન્ટ્સની ફેવરીટ ફિલ્મ:

Image Source

‘બાગબાન’ તો મોટાભાગે ટીવી પર વારંવાર આવનારી ફિલ્મ છે. અને પેરેન્ટ ક્યારેય પણ તેને આપણી સામે ઇગ્નોર નથી કરતા. તે તેઓની ઓલ ટાઈમ ફેવરીટ ફિલ્મ છે.

6 મહિનામાં પસાર થઇ ગયું પૂરું એક વર્ષ: ફિલ્મમાં હેમા માલિની અને બીગ-બીની હોળીનાં તરત જ બાદ બન્નેને અલગ થઇ જવું પડે છે, પણ 6 મહિના બાદ જ ‘વેલેન્ટાઈન ડે’ આવી  જાય છે. તમને નથી લાગતું કે ફિલ્મમાં આં સમય ખુબ જ જલ્દી જ વીતી ગયો છે.

2. આપણી ફેવરીટ ફિલ્મ:

Image Source

કદાચ તેવું તો કોઈક જ હશે જેમણે ‘3 ઇડીયટ’ ફિલ્મ નહિ જોઈ હોય. ફિલ્મમાં ડાયરેક્ટર રાજકુમાર હીરાની દ્વારા થઇ હતી આ મોટી ભૂલ. ફિલ્મનાં એક સીનમાં આમીર પોતાના ફ્રેન્ડસનાં નામ બોર્ડ પર લખે છે પણ તેને જ્યારે તે અન્ડરલાઈન કરે છે ત્યારે તેની હેન્ડ રાઈટીંગ બદલી જાય છે.

3. ખીલેલું ફૂલ બની જાય છે કળી:

Image Source

તમે કળીમાંથી ફૂલ ખીલતું તો જોયું હશે પણ શું તમે ક્યારેય ફૂલમાંથી કળી બનતા જોયું છે? અને જો નથી જોયું તો ફિલ્મ ‘સરફરોશ’ નું ગીત ‘જો હાલ દિલ કા’ જોઈ લો. તેમાં તમને આ અજુબા થયેલો જોવા મળશે. તેમાં આમિરને એક નાની બાળકી ગુલાબ આપે છે, પણ પછીનાં સીનમાં આ ગુલાબ ફરીથી એક કળી બની જાય છે.

4. આ ક્યાંથી આવી ગઈ?:

Image Source

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મ લોકોની ફેવરીટ છે અને તેને ઘણીવાર જોઈ પણ હશે. ફિલ્મના એક સીનમાં જ્યારે ટ્રેઈનમાં પહેલી વાર ‘રાજ’ અને ‘સીમરન’ ની મુલાકાત થાય છે ત્યારે સીમરન પોતાનું ખુલી ગયેલું બેગ પેક કરી રહી હોય છે. તે દરેક જગ્યાએ ચેક કરીને પોતાનો સામાન પેક કરી લે છે પણ પછીનાં જ સીનમાં રાજ પોતાના પાછળથી સીમરનનો સામાન કાઢે છે. એ ક્યાંથી આવી ગયું વળી?

5. એક ઓવરમાં 6 બોલ:

Image Source

‘લગાન’ આપણા દરેકની ઓલ ટાઈમ ફેવરીટ ફિલ્મ છે. ફિલ્મમાં 1892નો સમય બતાવવામાં આવેલો છે. તે સમયે 8 બોલના ઓવર ફેંકવામાં આવતા હતા જ્યારે ફિલ્મમાં બતાવવામાં આવેલા ક્રિકેટ મેચમાં 6 બોલના ઓવર ફેંકવામાં આવતા હતા. 6 બોલના ઓવર તો 1982માં શરુ કરવામાં આવ્યા હતા.

6. ભૂતકાળમાં ગાવામાં આવ્યું ભવિષ્યનું સોંગ:

Image Source

‘કભી ખુશી કભી ગમ’ તો ફિલ્મમેકર કરણ જોહરની સૌથી બેસ્ટમાની એક માનવામાં આવે છે. ફિલ્મમાં જ્યારે કહાની 1991નાં દૌરમાં ચાલી રહી હોય છે, ત્યારે એક સીનમાં અમિતાભ ‘આતી ક્યા ખંડા લા’ ગીત ગાય છે. આ સોંગ ફિલ્મ ‘ગુલામ’નું છે અને તે 1998માં રીલીઝ થઇ હતી.

7. મિસ્ટર પરફેકશનિસ્ટનાં ફિલ્મની એક બીજી ભૂલ:

Image Source

ટીકીટ વિન્ડો પર તોફાન મચાવનાર ફિલ્મ ‘ધૂમ-3’ નું ગીત ‘કમલી-કમલી’ ખુબ હીટ ગયું હતું. જેમાં કેટરીનાએ જબરજસ્ત ડાંસ કર્યો હતો. કેટરીના આ સોન્ગમાં પોતાના કપડા બદલતી જોવામાં આવે છે. સીનમાં શું ભૂલ થઇ છે તે તમને આ ફોટો જોઇને સમજાઈ જ ગયું હશે.

8. એશ હંગરીમાં છે કે ઇટલીમાં?:

Image Source

એશ અને સલમાનની જોડીને લીધે તમે પણ ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ ઘણીવાર જોઈ હશે. આ ફિલ્મમાં એશ, સલમાનને શોધવા માટે ઇટલી જાય છે અને ફીલ્મનાં એક સીનમાં તે ‘Széchenyi Chain Bridge’ પર દોડતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ બ્રીજ ઇટલીમાં નહી પણ હંગરીમાં આવેલો છે.

9. ‘કરન-અર્જુન’

બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો બની છે, જેને એકવાર જોયા પછી પણ બીજી-ત્રીજીવાર જોવાની ઈચ્છાઓ થાય. એમાં પણ 90ના દાયકાનો એવી ઘણી ફિલ્મો છે, કે જેને આપણે વારેવારે જોઈ હશે અને જેના તો ડાયલોગ્સ પણ આપણને મોઢે થઇ ગયા હશે. એવી જ એક ફિલ્મ વિશે આજે આપણે વાત કરીશું કે જે એક સુપર હિટ ફિલ્મ હતી, જેમાં બે ખાન સલમાન અને શાહરુખ સાથે જોવા મળ્યા હતા. આ આખી ફિલ્મ રાજસ્થાનના જુદા જુદા સ્થળો પર શૂટ કરવામાં આવી હતી. ખાસ કરીને, બે જગ્યાઓ વિશે જણાવવું ખુબ જરૂરી છે. જેના પર ફિલ્મની આખી વાર્તા ફરે છે. એક ઠાકુર દુર્જન સિંહ (અમરશ પૂરી) ની હવેલી અને બીજુ કરન-અર્જુનનું ગામ.

Image Source

1. જાદુઈ લોટો:

એક સીનમાં જયારે સલમાન પોતાની માતાજીને લોટો આપે છે ત્યારે તે નાનો હોય છે પણ બીજા સીનમાં તે તરતજ મોટો બની જાય છે. લાગે છે કે જાદુઈ લોટો છે.

2. ઈજા ક્યાંક, ખૂન ક્યાંક:

કરન-અર્જુનની માતાજીના એક સીનમાં તેમને ડાબી બાજુએ ઈજા થયેલી છે જયારે બીજા સીનમાં તે જયારે મંદિર પહોંચે છે ત્યારે તેને જમણી બાજુએ લોહી નીકળતું દેખાઈ છે.

3. ગાયબ થઇ ગયા લોકો:

ફિલ્મના એક સીનમાં જયારે લોકો કમાઈ લેવા માટે લાઈનમાં ઉભા છે ત્યારે કરન-અર્જુન લાઈનમાં દુર-દુર સુધી જોવા નથી મળતા. પણ ત્રણ લોકોની કમાણી લીધા બાદ તરતજ બંન્નેનો નંબર આવે છે અને પાછળના લોકો પણ ગાયબ થઇ ગયેલા જોવા મળે છે.

Image Source

4. બાળક થઇ ગયું ગંદુ:

ફિલ્મમાં જયારે ડોક્ટર બાળકને જન્મ અપાવીને હાથમાં લે છે ત્યારે તે એકદમ સાફ હોય છે પણ બીજા જ સીનમાં તે ગંદુ દેખાઈ આવે છે.

5. સલમાન પાસે આવી ગયા પથ્થર:

ફિલ્મના એક સીનમાં જયારે સલમાન નદીની પાસે સૂતેલો હોય છે ત્યારે આસપાસ કાઈ પણ નથી હોતું. પણ બાદમાં પછીના સીનમાં તેની આસપાસ મોટા-મોટા પથ્થર આવી જાય છે.