ફોઈના નિધનના 3 દિવસ બાદ તેમના ઘરે પહોંચ્યો જુનિયર NTR, ભીની આંખો અને ઉદાસ ચહેરે પત્ની અને માતા સાથે આવ્યો નજર, જુઓ તસવીરો

સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના ફોઈ ઉમા મહેશ્વરીનું તાજેતરમાં નિધન થયું છે. જુનિયર એનટીઆરના ફોઈનું 1 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. તેના ફોઈ ઉમા મહેશ્વરીએ કથિત રીતે તેના હૈદરાબાદના ઘરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. તેઓ 57 વર્ષના હતા. મળતી માહિતી મુજબ ઉમા મહેશ્વરી ઘણા સમયથી બીમાર હતી અને ડિપ્રેશનથી પીડિત હતી. જે બાદ તેની આત્મહત્યાના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો.

ઉમા માહેશ્વરી આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ અભિનેતા સિનિયર એનટીઆરની ચોથી દીકરી હતી. ઉમા મહેશ્વરીના અવસાન બાદ તેમના ઘરે લોકોનો ધસારો છે. જે બાદ 3 ઓગસ્ટના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન તેમનો ભત્રીજો જુનિયર એનટીઆર અહીં હાજર નહોતો.

ફોઈના અંતિમ સંસ્કારના એક દિવસ પછી જુનિયર એનટીઆર તેમના ઘરે પહોંચ્યો હતો. તે તેની પત્ની લક્ષ્મી પ્રણતિ અને માતા સાથે તેના ફોઈ ઉમા મહેશ્વરીના ઘરે પહોંચ્યો હતો. જેની તસવીરો સામે આવી છે. આ સમયે જુનિયર એનટીઆરને જોવા માટે હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. જ્યાં જુનિયર એનટીઆર તેની માતા અને પત્ની ખૂબ જ કડક સુરક્ષામાં ઉમા મહેશ્વરીના ઘરે પહોંચ્યા.

આ દરમિયાન જુનિયર એનટીઆરના સાવકા ભાઈ કલ્યાણ રામ પણ તેમની સાથે હાજર હતા. વાસ્તવમાં જુનિયર એનટીઆરના પિતાએ બે લગ્ન કર્યા હતા. જુનિયર એનટીઆરની માતા તેમના પિતાની બીજી પત્ની હતી. આશ્ચર્યની વાત એ છે કે તેણે પહેલી પત્નીને છૂટાછેડા લીધા વિના બીજી વાર લગ્ન કરી લીધા. જેના કારણે તેમના પિતા એટલે કે સિનિયર એનટીઆરએ તેમના પુત્ર નંદામુરી હરિકૃષ્ણાને ઘરની બહાર કાઢી મુક્યા હતા. જો કે પાછળથી, જુનિયર એનટીઆરના જન્મ પછી પરિવાર એક થઈ ગયો.

વાત કરીએ ઉમા મહેશ્વરી વિશે તો તેમનું જીવન પીડાદાયક હતું. તેમના પહેલા લગ્ન નરેન્દ્ર રાજન સાથે થયા હતા પરંતુ તે સમયે તેનું અન્ય યુવતી સાથે અફેર હતું. એટલું જ નહીં તે ઉમાને માર પણ મારતો હતો. જ્યારે એનટીઆરને આ વિશે ખબર પડી ત્યારે તેણે નરેન્દ્રને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમ છતાં તેનું વર્તન બદલાયું ન હતું.આ પછી એનટીઆરએ ઉમાને નરેન્દ્રથી છૂટાછેડા અપાવ્યા અને પછી ઉમાએ બીજા લગ્ન કૃષ્ણા જિલ્લાના કંથમનેની શ્રીનિવાસ પ્રસાદ સાથે કર્યા.

Niraj Patel