જ્યોતિષ શાસ્ત્ર

જૂની સાવરણીને ભૂલથી પણ આ દિવસે ન ફેંકશો, નહિ તો લક્ષ્મી માતાનું થશે અપમાન

આપણા દરેકના ઘરે સાફ-સફાઈ કરવા માટે સાવરણી તો હોય છે, અને આ સાવરણી જૂની થઇ જાય ત્યારે એ આપણી માટે નકામી બની જાય છે અને આપણે એને ફેંકી દઈએ છીએ. કારણ કે ઘરની અંદર જૂની પડી રહેલી કે તૂટેલી સાવરણી રાખવી ન જોઈએ. ઘરમાં તૂટેલી સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. ત્યારે જૂની સાવરણીને ફેંકી દેવી જોઈએ.

પણ સાવરણીને ફેંકવા માટે પણ ધ્યાન રાખવું પડે છે કે ગુરુવાર અને શુક્રવારે સાવરણી ઘરની બહાર ન ફેંકો. એનાથી સાવરણી સાથે સાથે લક્ષ્મીજી પણ ઘરની બહાર ચાલ્યા જાય છે. કારણ કે શાસ્ત્રોમાં સાવરણીને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. એટલે જ કોઈને સાવરણી પણ દાનમાં આપવામાં આવતી નથી.

તો સાવરણીને કયા દિવસે ફેંકવી જોઈએ? સાવરણીને અમાસના દિવસે બહાર કાઢી શકાય છે. આ સિવાય સાવરણીને શનિવારના દિવસે પણ ઘરની બહાર કાઢી શકાય છે.

Image Source

સાવરણી સંબંધિત કેટલીક વાતો –

ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહિ. જો સાવરણીથી કચરો વળતા સમયે સાવરણી તૂટી-તૂટીને આખા ઘરમાં પડતી હોય તો એ સાવરણી ફેંકી દેવી જોઈએ અથવા તો એ સાવરણીને દોરીથી બાંધીને સરખી કરી દેવી જોઈએ. આમ ન કરવા પર ઘરમાં પરેશાનીઓ વધી જાય છે અને ઘર પર સંકટ આવવા લાગે છે.

ઘરમાં સાવરણી ટુટીને પડતી હોય ત્યારે ઘર સાફ થવાને બદલે વધુ ગંદુ થઇ જાય છે. અને લક્ષ્મીજીનો વાસ ગંદકીમાં નથી હોતો. એટલે ભૂલથી પણ તૂટેલી સાવરણીથી ઘરમાં કચરો વાળવો ન જોઈએ.

કયા દિવસે ખરીદી શકાય સાવરણી –

જો તમે ઘર માટે સાવરણી ખરીદવા માંગતા હોવ તો એના માટે પણ ધ્યાન રાખવું પડે છે કયા દિવસે સાવરણી ખરીદી શકાય. નવી સાવરણી મંગળવાર, શનિવાર કે અમાસના દિવસે ખરીદવી સારી માનવામાં આવે છે. સાથે જ આ જ દિવસે નવી સાવરણી વાપરવાની શરુ કરવી પણ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘર સંપૂર્ણ રીતે દોષ મુક્ત થઇ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

Image Source

ધ્યાનમાં રાખો આ વાતો –

જમીન પર જો જમ્યા પછી એઠું પડ્યું હોય તો એને સાવરણીથી કોઈ પણ દિવસ ન હટાવો. આવું કરવાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે. એટલે જો જમ્યા પછી એઠું ખાવાનું જમીન પર પડ્યું રહ્યું હોય તો એને પહેલા કપડાથી સાફ કરી લો અને પછી ત્યાં સાવરણીથી કચરો વાળો.

જો ઘરમાં કોઈ કચરો વાળી રહ્યું હોય તો સાવરણીને ક્યારેય ટપીને ન જાઓ, આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને આર્થિક નુકશાન થાય છે.

સાવરણી ક્યારેય એવી જગ્યા પર ન મુકવી કે જ્યા સરળતાથી લોકોની નજર જાય કે કોઈના પગ અડી જાય. આવું થવાથી પણ આર્થિક નુકશાન થાય છે. સાવરણી હંમેશા ઉત્તર દિશામાં મુકવી જોઈએ, કારણ કે સાવરણી મુકવા માટે ઉત્તર દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Image Source

સાવરણી ક્યારેય પોતાના પલંગની નીચે ન રાખવી જોઈએ. જો પલંગની નીચે સાવરણી રાખશો તો પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડે છે અને ઘરમાં ઝઘડા વધે છે. સવારની ક્યારેય ખવાણી વસ્તુઓની નજીક ન રાખવી કારણ કે આમાંથી કીટાણુઓ ખાવાની વસ્તુઓને દુષિત કરી શકે છે.

સાવરણીને ક્યારેય પણ ઉભી ન મુકવી જોઈએ. આ સિવાય એક ધ્યાન રાખવાની વાત એ છે કે સૂર્યાસ્ત થયા પછી ક્યારેય કચરો ન વાળવો જોઈએ, આમ કરવાથી લક્ષ્મીજી ઘરેથી ચાલ્યા જાય છે.