અજબગજબ દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

નિષ્ઠુર માતાએ જંગલમાં પ્લાસ્ટિકની બેગમાં છોડી દીધી નવજાત બાળકીને, બાળકીએ અપનાવા લાગી લાઈન પછી…

આજકાલ બેટી બચાવો, બેટી ભણાવોના બુલંદ નારા લાગી રહ્યા છે. તો બીજું બાજુ હજુ પણ દીકરીને સાપનો ભારો જ માનવામાં આવે છે. ત્યારે ડરી એક માતા નિષ્ઠુર બની છે. એક નવજાત બાળકીને જન્મ આપીને નિષ્ઠુર માતા પ્લાસ્ટિકની બેગમાં રાખીને જંગલમાં છોડી ગઈ હતી. પરંતુ આ બાળકીને અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકો તેને દત્તક લેવા માંગે છે. આ સમગ્ર મામલો અમેરિકાનો છે. પ્લાસ્ટિકની બેગમાં આ બાળકી મળી હતી. પ્રસાશને આ બેબીને નામ ઇન્ડિયા આપ્યું છે.

Image Source

અમેરિકાના જ્યોર્જિયાના જંગલમાંથી એક તાજી જન્મેલી તરછોડાયેલી બાળકી 6 જૂને રાતે 10 વાગ્યા આસપાસ રડી રહી હતી. પોલીસે એકાંતમાંથી બાળકીનો આવાજ આવતા તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે પ્લાસ્ટિકની કોથળીમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. જોગાનુજોગ સમસ્યસર પોલીસને આ બાલિક મળી જતા તે એકદમ સ્વસ્થ જ હતી. આ બાળકીના શરીર પર ગર્ભનાળ પર એમ જ હતી. પોલીસે બાળકીને તુરંત જ હોસ્પિટલ ખસેડી હતી. નિષ્ઠુર માતાએ ભલે બાળકીને તરછોડી દીધી હોય પરંતુ આ બાળકીને દત્તક લેવા લાઈન લાગી છે. હાલ તો પોલીસ આ બાળકીની માતા બનીને ધ્યાન રાખી રહી છે.

Image Source

પોલીસે નિષ્ઠુર માતાને શોધવા માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે. પોલીસે ગત 25 જૂનના એક વિડીયો શેર કર્યો છે.લગભગ દોઢ મિનિટના આ વીડિયો એવો છે કે કોઈપણ માણસની આંખમા આંસુ આવી જાય. બાળકીને માતાની તલાશમાં આ વિડીયો શેર કરતા કરતા અત્યાર સુધીમાં હજાર લોકોએ આ બાળકીને દત્તક લેવા માટે તૈયારી દર્શાવી છે.

Image Source

પોલીસનો વિડીયો શેર કરવાનો ઉદેશ્ય ફક્ત એટલો જ હતો કે બાળકીનું જાણ- પહેચાન વાળું કોઈના કોઈ મળી જાય. એક રિપોર્ટ અનુસાર પોલીસને જ્યાંથી બાળકી મળી છે તે એટલાન્ટાથી 64 કિલોમીટર દૂર છે.તો પોલીસ પણ નાગરિકોનો સાથ-સહકાર જોઈને ગદગદિત થઇ ગઈ છે.

સોશિયલ મીડિયાની હેલ્પ
બાળકીની માતાને શોધવા માટે પોલીસે સોશિયલ મીડિયાની મદદ લીધી છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે. પોલીસે કહ્યું કે, અમને બાળકીને તેની માતા સુધી પહોંચાડવા માટે પબ્લિકના સપોર્ટની જરુર છે. હાલમાં જ ગર્ભાવસ્થાનાં અંતિમ ચરણમાં હોય તેવી કોઈ મહિલા તમારા ધ્યાનમાં હોય તો અમારો સંપર્ક કરવો.

Image Source

પોલીસે કહ્યું હતું કે બાળકી તો ઠીક છે. પરંતુ બાળકીની માંની તલાશ હજુ પણ ચાલુ જ છે, ટ્વીટર દવારા પોલીસે લોકોને આસપાસમાં એવી કોઈ મહિલા હોય તેની જાણકારી દેવા માટે કહ્યું છે. જો ગર્ભાવસ્થાના છેલ્લા પડાવમાં હોય. હાલ તો આ બાળકી બેબી ઇન્ડિયા નામથી જોર્જિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ ચિલ્ડ્રન સર્વિસની દેખભાળ હેઠળ રાખવામાં આવી છે.


Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks