આ તારીખે જોવા મળશે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ, જલ્દીથી જાણી લો સમય, તિથિ અને સૂતક કાળ

સૂર્ય ગ્રહણ 2021: આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 10જૂને જોવા મળશે. જ્યારે વર્ષ 2021નું બીજું સૂર્યગ્રહણ વર્ષના અંતમાં 4 ડિસેમ્બરે જોવા મળશે. ચાલો આપણે આ સૂર્યગ્રહણનો સુતક અવધિ, તારીખ અને સમય જાણીએ.

આ વર્ષે કુલ ચાર ગ્રહણો હશે. તેમાં 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મેએ  હતું. જ્યોતિષીઓના કહેવા મુજબ આ વર્ષે 4 ગ્રહણોમાંથી 3 ગ્રહણો ભારતમાં જોવા મળશે. જ્યોતિષ અનુસાર ગ્રહણ કાળ જે ભારતમાં જોવા મળશે તે ભારતમાં પણ માન્ય રહેશે. આની સાથે તેની સીધી અથવા આડકતરી અસર પણ લોકોના મન પર પડશે. આ ગ્રહણની અસર દેશના રાજકારણ પર પણ પડશે.

વર્ષ 2021માં, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે નીચેની તારીખ મુજબ હશે. ચંદ્રગ્રહણ – 26મે અને 19 નવેમ્બર 2021ના ​​રોજ, સૂર્યગ્રહણ – 10જૂન અને 4 ડિસેમ્બર 2021ના ​​રોજ

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૃષભ રાશિ પર વધારે અસર જોવા મળશે. તે દરમ્યાન વૃષભ રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પૈસાની બાબતમાં કાળજી રાખવી પડશે. સ્વચ્છતાના કિસ્સામાં, કોઈપણ પ્રકારની બેદરકારી રાખવાથી નુકસાન થઇ શકે છે.

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં 10જૂને યોજાનારું પ્રથમ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે. અથવા સૂર્યગ્રહણ ભારતમાં આંશિક રીતે જોવામાં આવશે. આ સિવાય આ સૂર્યગ્રહણ કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ, યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં જોઇ શકાય છે. વર્ષનું બીજું ગ્રહણ  જેઠ મહિનાના અમાસની તિથિએ યોજાશે.

વર્ષના પહેલા આ સૂર્યગ્રહણની સૌથી વધુ અસર વૃષભ રાશિ પર જોવા મળશે. આ દરમિયાન આ રાશિવાળાએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ પડશે. ધન મામલે સાવધાની રાખવી પડશે. સ્વસ્છતા મામલે કોઇ પણ લાપરવાહી કરવાથી નુકશાન થઇ શકે છે.

આ સૂર્યગ્રહણ ભારતમાં ભાગ્યે જ જોવા મળશે. તેથી આ સૂર્યગ્રહણનો સુતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, પેસિફિક મહાસાગર અને આઇસલેન્ડ ક્ષેત્રમાં દેખાશે.

સામાન્ય રીતે જો સૂર્યગ્રહણ માન્ય હોય તો તેનો સૂતક ગાળો સૂર્યગ્રહણના 12 કલાક પહેલા રહે છે. આમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. મંદિરોના દરવાજા બંધ રહે છે. સુતક અવધિમાં અને ગ્રહણ દરમિયાન ફક્ત ભગવાનના ભજન માન્ય છે.

Patel Meet