એક તરફ કોરોના વ્યરસના કારણે આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે ત્યારે બીજી તરફ ઘણી મોટી હોનારતો પણ આજ વર્ષે આવી રહી હોય તેમ લાગે છે, એક તરફ કોરોના તો બીજી તરફ વાવાઝોડાનો ખતરો છે અને હવે જ્યોતિષ પ્રમાણે એક જ મહિમા થનારા ત્રણ ગ્રહણના પરિણામો ગંભીર આવી શકવાની વાત જણાવવામાં આવી છે.

વિજ્ઞાનમાં ગ્રહણને ખગોળીય ઘટના માનવામાં આવે છે,પરંતુ આપણા જ્યોતિષ અનુસાર આ ઘટના લોકો માટે યોગ્ય નથી માનવામાં આવતી, ગ્રહણ કોઈપણ વ્યક્તિ માટે ફળદાયક નથી હોતું, ગ્રહણના પરિણામો પણ શુભ નથી હોતા, અને 5 જૂનથી લઈને 5 જુલાઈ સુધીમાં ત્રણ ગ્રહણ લાગવાના છે જેમાં બે ચંદ્ર ગ્રહણ અને એક સૂર્ય ગ્રહણ સામેલ છે.

જ્યોતિષ અનુસાર જોવા જઈએ તો 30 દિવસમાં જ ત્રણ ગ્રહણ થવાનો સંયોગ હજારો વર્ષો બાદ બની રહ્યો છે. જેના કારણે સૃષ્ટિ ઉપર વિશ્વ યુદ્ધ, મહામારી અને પ્રાકૃતિક આપદા જેવા દુષ્પરિણામ જોવગા મળી શકે છે. 5 જૂન અને 5 જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ લાગશે, અને 21 જૂનના રોજ સૂર્ય ગ્રહણ જેના કારણે જ્યોતિષ એક જ મહિનામાં આવતા આ ત્રણ ગ્રહણોને સારા નથી માની રહ્યા.

એક જ્યોતિષના જણાવ્યા નૌસાર પાંચ જૂનની રાત્રે 11:15થી લઈને છ જૂન રાત્રે 2:34 સુધી ચંદ્ર ગ્રહણ રહેશે, જેની અંદર શુક્ર વક્રી અને અસ્ત રહેશે, ગુરુ અને શનિ વક્રી રહેશે તો ત્રણ બીજા ગ્રહો પણ વક્રી રહેશે. જેની અસર ભારતનમી અર્થવ્યવસ્થા ઉપર થશે. શેર બજાર સાથે જોડાયેલા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, તેમજ વૃશ્ચિક રાશિ ઉપર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે.

તો 21 જૂનના રોજ થનારા સુહ્ય ગ્રહણ વિષે જ્યોતિષનું કહેવું છે કે 21 જૂનના રોજ 6 ગ્રહ વક્રી રહેશે, જેની અંદર બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ હશે, આ છ ગ્રહો વક્રી હોવાના કારણે મોટું સંકટ ઉત્પન્ન થઇ શકે છે. આ ગ્રહણ સાથે વિશ્વમાં પ્રાકૃતિક આપડા સાથે મહામારી આવવાની મોટી આશંકા છે.

ત્રીજું ચંદ્ર ગ્રહણ 5 જૂનના રોજ થવાનું છે આ ગ્રહણ। મંગળ અને સૂર્યની રાશિનું પરિવર્તન ગુરુ અને ધન રાશિમાં થઇ રહ્યું છે પરંતુ તે વક્રી રહેશે. તેમજ શુક્ર માર્ગી હોવાના કારણે પ્રાકૃતિક આપદાઓની આવવાની આશંકા બની રહે છે. વૈશ્વિક શક્તિઓ જો લડવા માટે હાવી રહેશે તો વિશ્વયુદ્ધ પણ થઇ શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.