જૂનાગઢમાં એક પોલીસકર્મીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, વાડીએ જઈને ગળે ટુંપો ખાધો….કામનું હતું દબાણ કે પછી પારિવારિક સમસ્યા ? પોલીસ લાગી તપાસમાં

ગુજરાતમાં ફરી પોલીસકર્મીનો આત્મહત્યા કરી નાખી, એક જ દિવસમાં બે ઘટના, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતું હોય છે તો કોઈ દેવાના ભાર નીચે દબાઈને પણ પોતાનું જીવન ટૂંકાવી લે છે. કોઈ પારિવારિક ઝઘડા કે પ્રેમ પ્રસંગોના કારણે પણ પોતાના પ્રાણ ત્યજી દેતું હોય છે. ત્યારે આવા મામલાઓ હવે ખુબ જ ચિંતાજનક પણ બન્યા છે. તો ઘણીવાર સારી એવી નોકરી અને સુખી સંપન્ન પરિવારના લોકો પણ આપઘાત કરી લેતા હોય છે.

ત્યારે હાલ તાજો મામલો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢમાં એક પોલીસકર્મીએ પોતાની વાડીએ જઈને આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી. પોલીસકર્મીના આપઘાતના કારણે પોલીસબેડામાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. પોલીસકર્મીએ શા કારણે આપઘાત જેવું પગલું ભર્યું તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ આ મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ પીટીએસમાં ફરજ બજાવતા વંથલી પોલીસ કર્મચારી બ્રિજેશભાઈ લવડિયાએ તેમના શાપુરગામમાં આવેલી તેમની વાડીમાં જઈને ઝાડ સાથે દોરડું બાંધીને પોતાનું જીવન ટૂંકાવી લીધી હતું. જેના બાદ તેમની લાશ કોઈએ જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બ્રિજેશભાઈની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હવે એ તપાસમાં પણ લાગી છે કે બ્રિજેશભાઈએ કામના દબાણના કારણે આપઘાત કર્યો છે કે પછી પારિવારિક સમસ્યા કે કોઈ અન્ય કારણે આ પગલું ભર્યું છે. ગુજરાતમાં એક જ દિવસમાં બે પોલીસકર્મીઓના આપઘાતના કારણે ચકચારી મચી ગઈ છે. આ પહેલા મંગળવારના દિવસે જ છોટાઉદેપુરમાં હેડ કોન્સેટબલ તરીકે પાનવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કલ્પેશભાઈ રાઠવા નામના પોલીસ કર્મચારીએ પણ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

Niraj Patel