આત્મહત્યા કરનાર ભારતી બાપુ હિન્દુ ન હતા, મોબાઈલ જોયો તો ખબર પડી કે…ચોંકાવનારો ખુલાસો

24 જાન્યુઆરીના રોજ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલ ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી લમાણામાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. થોડા દિવસો પહેલા રાજ ભારતી બાપુનો દારૂ પીતો વીડિયો સામે આવ્યો હતો. આ ઉપરાંત તેેમના કેટલાક વીડિયો અને ઓડિયો પણ કથિત રીતે વાયરલ થયા હતા જેને કારણે તેમણે આપઘાત જેવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યુ હતુ. રાજ ભારતી બાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જ ગોળી મારી જીવન ટૂંકાવી લીધુ હતુ.

જો કે, તેમને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયું હતું. ત્યારે તેમના આપઘાત બાદ વડોદરાના સનાતન સંત જ્યોતિર્નાથ મહારાજે સ્ફોટક નિવેદન પણ આપ્યુ હતુ અને તેમણે કહ્યુ હતુ કે, રાજ ભારતીના અનેક યુવતીઓ સાથે સંબંધો હતા, તે બહાર આવતા તેમજ દારૂની પાર્ટીઓનાં રહસ્યો ઉજાગર થઇ જતાં જ તેમણે આપઘાત કરી લીધો. તેમણે કહ્યુ હતુ કે, રાજ ભારતી મૂળભૂત મુસ્લિમ સંપ્રદાયમાંથી આવ્યા હતા અને પછી તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને ભારતી બાપુના શિષ્ય બન્યા હતા.

તેઓએ કહ્યુ કે, પાપનો ઘડો ભરાઇ જાય ત્યારે પાપ છાપરે ચડીને પોકારે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમની મહિલા સાથે અનૈતિક સંબંધો હોવાની ક્લીપ વાયરલ થઈ હતી અને બદનામીના ડરને કારણે રાજભારતી બાપુએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. રાજભારતી બાપુ સામે આક્ષેપનો પત્ર પણ વાયરલ થયો હતો જેમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કરાયા હતા. સાધુ વિધર્મી હોવાનો પત્રમાં દાવો કરાયો હતો. રાજભારતી બાપુની કથિત 35 ઓડિયો, 29 પેજ વોટ્સએપ ચેટ, 9 પાનનો નનામો પત્ર વાયરલ થયો હતા.

કથિત વાયરલ વીડિયો અને ઓડિયોની ચર્ચા જોરશોરથી થવા લાગી હતી અને તેને કારણે જ મંગળવારે તેમણે પોતાની જાતે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. તેમના વિશે એવું કહેવાતુ કે, તેઓ જન્મથી મુસ્લિમ હતા અને પછી સાધુ બન્યા હતા. પણ આ અંગે કોઇને જાણ ન હતી. તેમના મુસ્લિમ હોવાનું ત્યારે બહાર આવ્યુ, જ્યારે એક વખત તેમના ફોનમાં ખરાબી આવી ગઇ હતી કે ચોરાઇ ગયો હતો, જેનો ઉપયોગ અન્ય વ્યક્તિ કરી રહ્યો હતો.

ત્યારે તેઓ પહેલા મુસ્લિમ હોવાનું બહાર આવ્યું અને આ હકીકત બહાર આવતા બાપુએ તેમના મિત્ર સાથે જૂનાગઢનાં તમામ સાધુઓને રૂબરૂ જઇને મળી આ વાત જણાવી હતી. જો કે, તેમણે મુસ્લિમ હોવાનું સ્વીકાર્યા બાદ સંતોએ આશ્વાસન આપ્યું કે, હવે તમે હિન્દૂ ધર્મમાં રહીને ધર્મને અનુસરો છો, બાકીની ચિંતા ન કરો. ત્યારે જણાવી દઇએ કે, આપઘાત પૂર્વે સવારે 10 વાગ્યા આસપાસ બાપુએ વિશ્વ હિન્દુ પરિષદનાં જૂના કાર્યકર અને તેમના મિત્ર સાથે વાત કરી હતી. તેઓ આપઘાત કરતા પહેલા આશ્રમમાંથી જાતે જ કાર ચલાવીને નીકળ્યા

તે પહેલા અહીં રહેતા એક માજીએ તેમને કહ્યું કે, બાપુ તમારા માટે ફળ કાપી આપું એ નાસ્તો કરીને નીકળો. ત્યારે રાજભારતીએ કહ્યું કે, હમણાં આવીને નાસ્તો કરીશ. ઉલ્લેખનીય છે કે, રાજભારતી કાર લઈને નીકળ્યા બાદ તેમણે મિત્ર સાથે વાત કરતા જણાવ્યુ કે, તે ચાંપરડા આશ્રમ જઈ રહ્યા છે. તેમણે જયારે રાજભારતીને ફોન કર્યો તો ફોન લાગ્યો નહિ અને રાજભારતીએ ખડિયા નજીક એક મિત્રની વાડીમાં પહોંચી ત્યાંથી આશ્રમમાં રહેતા માજીને ફોન કર્યો હતો. તેમણે પૂછ્યું- માં તું શું કરે છે. તો માજીએ કહ્યું હું ધુણા નજીક પૂજા કરું છું. પછી તેમણે ફોન મુકી દીધો અને થોડા સમય બાદ જ સમાચાર આવ્યા કે, તેમણે આપઘાત કરી લીધો છે.

Shah Jina