જૂનાગઢમાં નાગાલેન્ડ અને મણીપુરની યુવતીઓ આવા આવા ખરાબ કામ કરતા ઝડપાઇ, સાંભળીને ભલભલા ધ્રુજી ઉઠશે
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાતમાંથી ઘણીવાર પોલિસ દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવતા હોવાની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં જૂનાગઢમાં એક ફ્લેટમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદનો એક યુવક પરપ્રાંતીય યુવક-યુવતીઓને પગાર પર રાખી ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતો હતો.
હાલ તો પોલીસે 10 યુવક-યુવતીઓ અને કોલસેન્ટરની સામગ્રી કબજે કરી છે. આરોપી એમેઝોન અને પેપલ એપ્લીકેશન પરથી ડેટા મેળવી ગ્રાહકોને ફોન કરતો અને વસ્તુ પરત આપવાના નામે અથવા તો ઓર્ડર કેન્સલ કરવાના નામે છેતરતો. હજુ આ મામલે પાંચ લોકો ફરાર છે, જેમની પોલિસે શોધખોળ શરૂ કરી છે.
જૂનાગઢના આલ્ફા સ્કૂલ પાસે આવેલ ઈસાન એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ રાખી પરપ્રાંતના યુવક-યુવતીઓને પગાર પર રાખવામાં આવ્યા હતા. તેઓ એમેઝોન અને પેપલ એપ પરથી કસ્ટરમના નંબર મેળવતા અને પછી કોલ કરી મંગાવેલી વસ્તુ પરત કરવા અથવા તો ઓર્ડર કેન્સલ કરવાના નામે છેતરપિંડી કરતા.
પોલીસે દરોડા દરમિયાન 3 લાખ રોકડા, એક લેપટોપ 35,000 કિંમત, 2 આઇપેડ 1,80,000 કિંમત. 10 મોબાઇલ કિંમત 2,90,000, 7 રાઉટ૨ 35,000 કિંમત, તેમજ 5 ઇલેક્ટ્રીક બોર્ડ 500 રૂપિયા, 3 હેડફોન 1500 રૂપિયા અને આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેકશન કાર્ડ, એ.ટી.એમ, ભાડા કરાર વગેરે મળી 8,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં