અજબગજબ

જૂનાગઢની 108ની ટીમે જન્મેલા મૃત બાળકને કૃત્રિમ શ્વાસ આપી આપ્યું હતું નવું જીવન, સમાજમાં આવા ઉમદા કાર્યો પણ થાય છે એ વાત વાંચો ને શેર કરવાનું ભૂલતા નહી !!

કહેવાય છે કે વિધાતાના લખેલા લેખ કોઈ બદલી શકતું નથી, અને જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે અને એને ક્યારેય કોઈ ટાળી શકતું નથી. આ જ સત્ય છે એ બધાએ સ્વીકારવું જ રહ્યું. આપણે બધા તો ઈશ્વરના હાથની કઠપૂતળીઓ છીએ, ભગવાન જયારે ઈચ્છે ત્યારે જે-તે વ્યક્તિ પાસેથી કામ કરાવી શકે છે. અને ધરતી પર ડોક્ટરોને ભગવાનનું જ એક રૂપ માનવામાં આવે છે. અને આ જ ડોક્ટરોના હાથે ભગવાન ચમત્કાર પણ કરાવી દે છે. એવી જ એક ઘટના સામે આવી હતી કે જેમાં એક ડોક્ટરે ભગવાન બનીને એક તાજા જન્મેલ મૃત બાળકને નવજીવન આપ્યું હતું.તમે એ જ વિચારતા હશો કે શું આ શક્ય બની શકે? પરંતુ જી હા, આ કિસ્સો એકદમ સાચો છે, પરંતુ આ વખતે આ ચમત્કાર કોઈ મંદિરમાં નહી પણ 108ની ગાડીમાં ડોક્ટર સ્વરૂપે રહેલ ભગવાને કર્યો છે. કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે અને મરતા માણસને જીવન આપે છે. આ હકીકતમાં જુનાગઢમાં જોવા મળ્યું હતું. જેમાં 108ની ટીમના ડોક્ટર દ્વારા એક મૃત બાળકને નવજીવન આપવામાં આવ્યું.તમે ફોટામાં જોશો કે એક તાજું જન્મેલ બાળકને બચાવવાની કામગીરી 108ના ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટના જૂનાગઢ જિલ્લાના રામેશ્વર ગામની છે, એક દેવીપૂજક મહિલાને એકદમ પ્રસુતિની પીડા ઉપડી હતી. જેના કારણે તેમના પરિવારજનોએ 108ને બોલાવી હતી. અને તેની સમગ્ર ટીમની મદદ લીધી હતી. 108ને કોલ જતા તેઓ અર્જન્ટ પહોચી ગયા હતા અને મહિલાને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઇ જવા રવાના થયા હતા, પરંતુ 50 કિમીના રસ્તામાં જ મહિલાને વધુ પીડા ઉપડતા 108ની ટીમ દ્વારા રસ્તા ઉપર જ મહિલાની પ્રસુતિ કરાવી હતી.પ્રસૂતી પછી ખબર પડી કે બાળકના શ્વાસ બંધ છે અને હલનચલન પણ બંધ છે, બાળકનો જન્મ થતા જ કોઈ જ હલનચલન કરતો ન હોવાથી બધા લોકો ચિંતામાં મુકાયા હતા. અને 108ની ટીમના ડોકટરે બાળકના ડોક્ટરને ફોન કર્યો હતો અને પરીસ્થિતિ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ડોક્ટરની સુચના મુજબ બાળકને કૃત્રિમ શ્વાસ આપવામાં આવ્યા જેથી બાળકનો જીવ બચી ગયો હતો. આ પછી બાળક અને તેની માતાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને જ્યા તેમને દાખલ કરીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર માહિતી જૂનાગઢ જીલ્લામાં 108માં કાર્યરત જગદીશભાઈ દ્વારા આપવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.