જૂનાગઢમાં ઘોડિયામાંથી ગુમ થયેલી બાળકી મામલે ઊંચકાયો ભેદ, કળયુગી માતાએ જ કરી દીધી માસૂમની હત્યા- જાણો કારણ

માતાએ જ 7 મહિનાની બાળકીની કરી હત્યા ! આખી ઘટના વાંચીને થર થર ધ્રુજી જશો

Junagadh Crime : ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર હત્યાના મામલામાં પ્રેમ પ્રકરણ, અંગત અદાવત કે પછી ઘરકંકાસ સહિત અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં જ જૂનાગઢમાંથી કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી. માળિયાહાટિનાના માતરવાણીયા ગામમાં રહેતા એક પરિવારની ચાર મહિનાની માસૂમ બાળકી તેના જ ઘરેથી ગુમ થઇ હતી અને પછી અડધો કિલોમીટર દૂર આવેલી નદીમાંથી તેની લાશ મળી આવી.

હજુ તો બાળકી ચાલતા પણ નહોતી શીખી ત્યાં માતાએ જ તેની હત્યા કરી દીધી
આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જે બાળકી હજુ તો ચાલતા પણ નહોતી શીખી તેની નદીમાંથી લાશ મળી આવતા માસૂમના મોતનું રહસ્ય ઘેરાયું હતુ અને તે પછી પોલીસે FSLની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ બાળકીની હત્યા કોઇ બીજાએ નહિ પણ તેની જ માતાએ નજીવી બાબતે કરી હોવાનું સામે આવ્યુ છે. માતરવાણીયા ગામની પરણિતાએ ઘરકંકાસને કાણે પોતાની 7 મહિનાની માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી.

પોલિસે ડોગ સ્કવોડની મદદથી હાથ ધરી દીધી બાળકીની શોધખોળ
પરિવારને જ્યારે બાળકી ન મળી તો તેઓએ તેની શોધ કરી અને અનેક પ્રયાસો બાદ પણ તેમને સફળતા ન મળી. આ પછી જ્યારે પરિવારે પોલીસને જાણ કરી તો માળીયા હાટીના પોલીસ અને વન વિભાગ તપાસ હાથ ધરી હતી અને પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી બાળકીની શોધખાળ હાથ ધરી. જો કે, પોલિસને શોધ કરતા બાળકીનો મૃતદેહ નદીકાંઠેથી મૃતદેહ મળી આવ્યો.

ઘરકંકાસમાં હત્યા કરી હોવાનું કબૂલાત
જે બાદ તેને પીએમ માટે મોકલી પોલીસે પરિવાર પર શંકા રાખી પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન પોલીસે બાળકીની માતાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડી અને તેણે જણાવ્યુ કે ઘરકંકાસથી કંટાળી તેણે 7 મહિનાની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી. ઘરકંકાસથી કંટાળી ગઈ હોવાથી અને બાળકીની ચિંતા હોવાથી તેણે આ પગલું ભર્યું હતું.

Shah Jina