જુનાગઢમાં પતિએ પત્નીની કરી નાખી હત્યા, જે રીતે ઘટનાને અંજામ આપ્યો એ જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

જૂનાગઢમાં ધ્રુજાવી દે એવી રીતે થઇ પતિની હત્યા, આવી ક્રૂર પત્ની હોય?? ફિલ્મી ઢબે વકીલ પતિને મારી નાખ્યો- જુઓ

ગુજરાતમાંથી હત્યાની ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે, ત્યારે હાલ જૂનાગઢમાંથી પણ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક પત્નીએ જ તેના પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામ્યો છે અને પત્નીએ આ હત્યાને એવી રીતે અંજામ આપ્યો એ જાણીને જ રૂંવાડા ઉભા થઇ જાય તેમ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત સોમવારના રોજ જુનાગઢ શહેરના મંગલધામ વિસ્તારમાં રહેતા નિલેશ ડાફડા નામના વકીલની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યાનો ગુન્હો નોંધીને હત્યારાની તપાસમાં પોલીસ લાગી ગઈ હતી.

આ હત્યા પાછળ બહારનું કોઈ વ્યક્તિ નહીં પરંતુ નિલેશની પત્ની કાજલ જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ પુછપરછમાં કાજલે પોતાનો ગુન્હો કબુલી અને રાત્રે જયારે તેનો વકીલ પતિ સુઈ રહ્યો હતો ત્યારે જ તેનું ગળું કાપીને હત્યા કરી નાખી હોવાની કબૂલાત પણ તેને કરી હતી. પોલીસે આ મામલામાં કાજલને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મૃતક વિકીલ નિલેશના શરીર ઉપરથી સાતથી આઠ જેટલા ઈજાના નિશાન જોવા મળ્યા હતા. લાશ પાસેથી એક છરી પણ મળી આવી હતી. જયારે પોલીસે આ બાબતે નીલેશની પત્ની કાજલની પૂછપરછ કરી તો તેને જણાવ્યું કે તેના પતિએ આપઘાત કરી લીધો છે. પરંતુ પોલીસને કાજલની વાત ગળે ના ઉતરતા આગવીઢબે પત્નીની પૂછપરછ કરતા પોતે જ પતિ દ્વારા થતા ઝઘડા અને મારકૂટથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત તેને કરી લીધી હતી.

નીલેશની હત્યા કરવા માટે કાજલે બે દિવસ પહેલા જ પ્લાન બનાવ્યો હતો. કાજલે નીલેશની કોફીમાં પણ ઝેર ભેળવી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિલેશ બચી ગયો હતો જેના બાદ જયારે નિલેશ સુઈ રહ્યો હતો ત્યારે તીક્ષ્ણ હથિયારથી નિલેશનું ગળું કાપીને કાજલે જ તેની હત્યા કરી નાખી હતી. જેના બાદ તે આખી રાત પતિની લાશ પાસે જ બેસી રહી હોવાની કબૂલાત પણ તેને કરી હતી.

કાજલે જણાવ્યું હતું કે તેનો પતિ નિલેશ નશો કરી અને તેના ઉપર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતો હોવાના કારણે તેને તેના પતિની હત્યા કરવી પડી હતી, જેના કારણે તે છુટકારો મેળવવા માંગતી હતી. જે જગ્યાએ કાજલે નીલેશની હત્યા કરી તેની આસપાસ સીસીટીવી પણ લાગેલા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી તે પણ બંધ હોવાનું સામે આવ્યું છે.

કાજલ અને નીલેશને એક 8 વર્ષનો દીકરો અને 2 વર્ષની દીકરી પણ છે. નીલેશની બહેને તેના ભાભી કાજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નીલેશની હત્યા બાદ તેમના બંને બાળકો નોધારા બન્યા છે.

Niraj Patel