સલામ છે ગુજરાતના નાના એવા ગામડાની આ દીકરીને, કેન્સર પીડિતો માટે નાની ઉંમરમાં જ કરી દીધું પોતાના વાળનું દાન

વાહ…સ્ત્રીના આભુષણ સમાન ગણાતા વાળનું દાન કરી દીધું ગુજરાતની આ દીકરીએ, ખરેખર એક સલામ તો બને જ છે

દરેક યુવતી અને સ્ત્રી માટે પોતાના વાળ ખુબ જ મહત્વના હોય છે. તે પોતાના વાળનું ખુબ જ સારી રીતે જતન કરે છે, તેમના વાળ સારા અને લાંબા રહે તે માટે થઈને તે દરેક પ્રયત્ન પણ કરતા હોય છે. પરંતુ શું કોઈ મહિલા પોતાના વાળ ઉતારી અને કોઈને દાનમાં આપી દે ? આવું ભાગ્યે જ સાંભળવા મળશે, પરંતુ ગુજરાતના એક ગામડાની દીકરીએ આ કરી બતાવ્યું છે.

કેશોદના ખીરસરા ઘેડ ગામની યુવતી રવીના સોંદરવાએ પોતાના સવા ફૂટ લાંબા વાળ કાપી અને કેન્સર પીડિતને દાન આપવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે. ખાસ વાત તો એ છે કે રવીનાએ બાળપણથી પોતાના વાળની અંદર એકવાર પણ કાતર નથી ફેરવવા દીધી.

રવીના કેશોદની મહિલા કોલેજમાં બી.એ.ના બીજા વર્ષની અંદર અભ્યાસ કરે છે અને તે એન.સી.સી.ની કેડેટ છે. તેના પિતા પણ કડિયાકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

રવીનાએ કેન્સર વિશે વાંચ્યું અને તેને જાણ્યું કે કેન્સર પીડિત કીમો થેરેપી અને બીજી રેડિયેશન ટ્રીટમેન્ટના કારણે પોતાના વાળ ગુમાવી દેતા હોય છે. આ વાંચીને તેને ખુબ દુઃખ પણ થયું અને તેને પોતાના વાળ દાન કરવાનો નિર્ણય કરી લીધો.

વાળનું દાન કેવી રીતે કરવું તેના વિશે રવીનાએ માહિતી એકત્ર કરી અને અમદાવાદના એક એનજીઓનો સંપર્ક કર્યો. ત્યારબાદ એક સલૂનની અંદર તેને પોતાના પરિવારની સહમતી દ્વારા પોતાના વાળ દાન કરી દીધા.

Niraj Patel