જૂનાગઢની યુવતી બની સોશિયલ મીડિયાના પ્રેમમાં અંધ, પ્રેમીના કહેવાથી મા-બાપને ઘેનની ગોળીઓ ખવડાવી બેભાન કરી કર્યુ એવું કે…

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: દુબઇના પ્રેમી એહમદ નફીને મળવા જૂનાગઢની યુવતીએ કરી નાંખ્યો મોટો કાંડ, માં-બાપની આવી ખરાબ હાલત કરી નાખી

ગુજરાતમાંથી ઘણીવાર પ્રેમ સંબંધના એવા એવા ચોંકાવનારા કિસ્સા સામે આવે છે કે એકવાર તો આપણે પણ વિચારતા રહી જઇએ છીએ. આજ-કાલ તો કેટલાક સંતાનો એવા જોવા મળતા હોય છે જે માતા-પિતા કરતા પ્રેમસંબંધને વધુ મહત્વ આપે છે. પરંતુ આને કારણે ક્યારેક સંતાનોને પસ્તાવાનો વારો પણ આવતો હોય છે. હાલમાં જૂનાગઢમાં પણ આવું જ કંઇક થયુ. એક યુવતી સોશિયલ મીડિયાના દુર્પયોગનો શિકાર બની છે. આ યુવતિ અને ઉત્તરપ્રદેશના બરેલીનો બીજા ધર્મનો યુવાન ઈન્સટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા અને પ્રેમમાં પડ્યા હતા.

યુવકે મોટી મોટી વાતો કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી અને એટલી હદે ફસાવી અને પ્રેમમાં અંધ બનાવી કે તે ઘરેથી ભાગી અને તેના માતા-પિતાને ઘેનની ગોળીઓ ખવડાવી તેના પ્રેમી પાસે જતી રહી. આ મામલે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ જૂનાગઢ પોલીસ ઉત્તરપ્રદેશ જઈ યુવતી અને તેના પ્રેમીને શોધી લાવી હતી. હાલ તો યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી વર્ષ 2017માં બરેલીના એહમદ નફીસના પરિચયમાં આવી અને તેણે પોતે દુબઈમાં પોતાની હોટલો હોવાની વાત કરી,

જે બાદ થોડા સમય પહેલા યુવકે યુવતીને પોતે બરેલી આવ્યો હોવાનું કહ્યું અને યુવતીએ પૈસા ન હોવાથી પોતાના માતા-પિતાના ભોજનમાં ઘેનની ગોળી નાખી બેભાન કરી અને માતા-પિતાના ડેબીટ તેમજ ક્રેડીટ કાર્ડ લઇ નાસી ગઇ હતી. એહમદે યુવતીને ફોન કરી કહ્યુ હતું કે તે હવે બરેલી આવી ગયો છે અને તે પણ આવી જાય. જે બાદ યુવતીએ કહ્યુ હતુ કે, આવવું મુશ્કેલ છે ત્યારે યુવકે બરેલીથી કુરિયરમાં ઘેનના ટીકડા મોકલ્યા અને 6 ડીસેમ્બરના રોજ યુવતી પાસ ઘેનના ટીકડા આવ્યા બાદ 7 ડીસેમ્બરે તેણે માતા-પિતાના ભોજનમાં ટીકડા નાખી તેમને બેભાન કર્યા

અને ડેબિટ-ક્રેડીટ કાર્ડ લઇ રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં જતી રહી. જો કે ભાનમાં આવ્યા બાદ માતા-પિતાને ખ્યાલ આવ્યો કે તેમની સાથે શું થયુ છે. ત્યારે તેમણે સી. ડીવીઝન અને ક્રાઈમ બ્રાંચ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરી અને બરેલીનું લોકેશન મળતા પોલીસ ત્યાં પહોચી અને યુવક રાહત એહમદ નફીસ એહમદને યુવતી સાથે ઝડપી લીધી હતી. યુવતીએ કુલ 2.40 લાખનું ટ્રાજેક્શન કર્યું હતું. જોકે પોલીસે 1.71 લાખ રીકવર કર્યા છે. યુવતીના પિતાએ યુવતી સામે ફરિયાદ દાખલ કરી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, એવું સામે આવ્યુ કે યુવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રાજકોટથી દિલ્હી પહોંચી અને જ્યાંથી યુવક તેને લઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના ક્રેડીટ કાર્ડમાંથઈ અલગ અલગ પેટ્રોલપંપ પર 60 હજાર, અને પોણા બે લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધાની વિગતો સામે આવી છે.

Shah Jina