ખબર

રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, એક સાથ નોંધાયા આટલા કેસ

India Update

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 46 હજારથી વધુ છે. દેશમાં કોરોના વાયરસના કારણે 1,571 લોકોના મોત નિપજ્યા છે.

Image Source

દેશમાં કોરોના વાયરસથી છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થયા છે અને સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 46,476 થઇ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3900 નવા કેસ સામે આવ્યા છે અને 195 લોકોના મોત થયા છે. 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ અને મોતના આંકડા પણ સૌથી વધુ છે. આની પહેલાં 24 કલાકમાં સૌથી વધુ 83 લોકોના મોત થયા હતા.કોરોના જેવી મહામારી 12,849 લોકો મ્હાત આપી ચુક્યા છે.

દર્દીઓનો રિકવરી રેટ સતત સુધરીને 27.40 ટકા થઇ ગયો છે. આપને જણાવી દઇએ કે કોરોના સંક્રમણને ફેલાવતો રોકવા માટે દેશભરમાં લોકડાઉન વધારીને 17 મે કરવામાં આવી છે. આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં 2.50 લાખ લોકોના મોત થયા છે.

Gujarat Update

કોવીડ ૧૯ એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને રોજના હજારો લોકો મરે છે. ભારતમાં 2 લોકડાઉન પુરા થઇ ગયા છે અને આજે 4 મેં થી લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે છતાં પણ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2553 નવા કેસ આવ્યા છે તો રિકવરી રેટ પણ વધીને 27.5 થયો છે. ગુજરાતમાં પણ કોવીડ ૧૯ નો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જ જાય છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે,’24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5804 થઈ છે.’

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જોઈએ તો 376 કેસો નવા આવ્યા છે જેમાં અમદાવાદમાં 259 કેસ, આણંદમાં 01, ભાવનગરમાં 21, બોટાદમાં 3, દાહોદમાં 6, ગાંધીનગરમાં 7, જામનગર 3, રાજકોટ 3, સુરત 20, વડોદરા 35, મહીસાગર 3, ખેડા 3 અને સાબરકાંઠા 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.

Image Source

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં માહિતી આપી કે, હાલ રાજ્યમાં 25 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 4265 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની ની વાત કરીએ તો રાજ્યમાં કુલ 84648 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 5804 પોઝિટિવ આવ્યા છે તો 78844 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યોછે. દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. કોરોનાના કારણે લોકડાઉન પણ વધારવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લા પૈકી 32 જિલ્લામાં કોરોનાએ પગ પેસારો કર્યો છે.

રાજ્યમાં આટલા દિવસ સુધી એક પણ કેસ ના નોંધાયેલા જિલ્લામાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ એન્ટ્રી કરી છે. જૂનાગઢ જિલ્લામાં એક સાથે 2 કેસ નોંધતા ચકરાર મચી જવા પામી છે.

Image source

જૂનાગઢના ભેસાણનાંના 2 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભેસાણમાં ડોક્ટર અને તેના પટ્ટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી રહી છે. વધુ માહિતીની રાહ જોવાઈ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.