ખબર

રાતના અંધારામાં પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, યુવતિના બાપે ઢોર માર માર્યો, થયુ મોત

લફરાં કરનારા ચેતજો: ગર્લફ્રેન્ડના ઘરે ગયો કરણ, ગર્લફ્રેન્ડના બાપે એવો ઢોર માર મર્યો કે મૃત્યુ પામ્યો, જાણો સમગ્ર વિગત

Junagadh : ગુજરાતમાંથી (Gujarat) ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ પ્રકરણ તો કેટલીવાર અંગત અદાવત તો કેટલીકવાર અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં ગુજરાતના જૂનાગઢના (Junagadh) ચોરવાડના ગડુ ગામમાંથી એક યુવકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવકને પ્રેમ પ્રકરણમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુખપર ગામમાં આ યુવક તેની પ્રેમિકાને તેના ઘરે મળવા ગયો હતો પણ એ સમય દરમિયાન તે ઝડપાઈ જતા પ્રેમિકાના પિતાએ તેને ઢોર માર માર્યો હતો અને તેને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ હતુ.

યુવક પોતાનો જીવ બચાવવા સુખપર ગામમાંથી ભાગી છૂટ્યો હતો પણ તે રસ્તામાં ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પણ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ત્યારે આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ચોરવાડના ગડુ ગામમાં રહેતો કરણ વાઢેર સુખપર ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો. કરણ ગતરાત્રિએ તેની પ્રેમિકાના ઘરે મળવા માટે ગયો હતો અને આ વાતની જાણ પ્રેમિકાના પિતાને થતા તેઓએ કરણને ઝડપી તેને ઢોરમાર માર્યો હતો.

ત્યારે મારના કારણે બેભાન થઈ ગયેલો કરણ જેમતેમ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યો પણ જૂનાગઢ હાઈવે પરના ખરેડા પુલ પાસે તે ઢળી પડ્યો. આ વાતની જાણ તેના મામાને થતા તે તાત્કાલીક ત્યાં પહોંચ્યા અને તેને ચોરવાડ સિવિલ હોસ્પિટલ લઇ ગયા. જો કે, ત્યાં ફરજ પર હાજર તબીબોએ કરણને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ ચોરવાડ હોસ્પિટલ પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઇ ચોરવાડ પોલીસ દ્વારા યુવતિના આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેમની પૂછપરછ ચાલુ છે.