જૂનાગઢના યુવાન સાથે જે બન્યું એવું ક્યાંક તમારી સાથે ના બને ! ઓનલાઇન પટાવેલી યુવતી સાથે ચેટ કરી અને મળવા ગયો, પછી જે થયું તે હચમચાવી દેનારું છે

જૂનાગઢમાં રૂપાળી યુવતી સાથે મોજ પડી જાય તેવી વાતો કરી અને યુવક પટાવીને હોટેલમાં લઇ ગયો અને…સુંદર યુવતીઓને જોઈને લાળુ પડતા પહેલા ચેતી જજો

આજનો સમય સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો સાથે છેતરપિંડી પણ થવાનું સામે આવે છે. ઘણા લોકો એકલા યુવાનોને હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લેતા હોવાની પણ ખબર સામે આવે છે. સોશિયલ મીડિયામાં ઘણી ડેટિંગ એપ છે અને તેમની એક એપ ટિંડર પણ છે, જેનો એક કડવો અનુભવ જૂનાગઢના યુવકને થયો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ટિંડર એક ડેટિંગ એપ છે અને તેના ઉપર લોકો એકબીજા સાથે મિત્રતા કરી મળવા માટે જતા હોય છે. ત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે તેમાં જૂનાગઢના બોડગવાસમાં રહેતા 28 વર્ષીય રવિ હરિભાઈ સોલંકીએ ટિંડર એપ ઉપર છોકરી મળે તે હેતુથી એપ ડાઉનલોડ કરી હતી. જેમાં તેને એક યુવતી સાથે ચેટ શરૂ થઇ હતી.

જેના બાદ યુવતીએ રવિ સાથે મીઠી મીઠી વાતો કરવાનું શરૂ કર્યું હતું અને તેને મળવા માટે પણ કહ્યું હતું, શરૂઆતમાં રવિએ મળવા માટે ના પાડી દીધી હતી, પરંતુ પછી યુવતીએ એમ કહ્યું કે કોઈ પ્રોબ્લમ નહીં થાય પછી રવિ મળવા માટે તૈયાર થયો હતો. જેના બાદ રવિને ઘાંચીપટ વિસ્તારમાં આવેલા કસરે ખ્વાજા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બોલાવ્યો હતો.

જ્યાં પહોંચતા જ રવિએ મેસેજ કરતા તેને રૂમની અંદર આવી જવાનું જણાવ્યું હતું. રવીના રૂમમાં જવાની સાથે જ એક અજાણ્યા યુવાને દરવાજો બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ત્રણ યુવાનો આવી અને તેને માર મારવા લાગ્યા હતા. ઉપરાંત તેને એમ પણ કહેવામાં આવ્યું કે તું અહીંયા ખરાબ ધંધા કરવા આવે છે, રવિનો મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો અને જીવતો જવું હોય તો 50 હજાર રૂપિયા આપી દે એવી ધમકી પણ આપવામાં આવી હતી.

જેના બાદ જબરદસ્તી રવિ પાસેથી ગુગલ પેનો પિન મેળવીને 31 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા અને એટીએમનો પિન મેળવીને 24, 000 ઉપાડી લેવામાં આવ્યા હતા, જેના બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. આમ રવિ સાથે કુલ 55 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટના બાદ રવિએ તેના મિત્રને બોલાવીને સમગ્ર હકીકત જણાવી હતી, જેના બાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશન જઈને ચાર અજાણ્યા શકશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

Niraj Patel