એય માણસ થા બેશરમ ! જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ઢસડતાં જોવા મળ્યા પુરુષ

માણસ માણસ ક્યારે થશે? જૂનાગઢમાં પરિક્રમા માણસે વાનરને ઢસેડ્યો, વીડિયો જોઈને તમારો પીતો જશે

જૂનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, ત્યારે લોકો પૂણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. પરંતુ પરિક્રમા દરમિયાન વાનરની પજવણીની એક ઘટના સામે આવી છે. જેમાં ટીખળખોર દ્વારા પૂંછડી પકડી વાનરની પજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વનવિભાગ ટીખળખોર પકડાયા બાદ કાર્યવાહી કરશે. સાધુ સંતોની હાજરીમાં જૂનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરાયો છે.

ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા મહંત ઈન્દ્રભારતીના ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. કારતક સુદ એકાદશીએ શરૂ થતી આ પરિક્રમા પૂનમના પૂર્ણ થાય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુ દરમિયાન વાનરની કનડગત કરતી ઘટના સામે આવતા પ્રાણીપ્રેમીઓ સહિત લોકમાં પણ નારાજગી ફેલાઈ છે. આ ઘટનાને લઇને લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આમાં પ્રાણી કોણ ?

જણાવી દઇએ કે, વનવિભાગ દ્વારા પહેલા જ કોઈ વન્યપ્રાણીની કનડગત ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ, પરિક્રમાના રૂટ પર શાંતિથી બેસેલા એક વાનરની પૂંછ પકડી પ્રવાસીએ તેની પજવણી કરી હતી. પરિક્રમાના રૂટની બાજુ પર બે વાનર બેસેલા હતા અને આ દરમિયાન એક પ્રવાસીએ વાનરની નજીક જઇ તેની પૂંછચી પકડી લીધી હતી અને તેને ઢસેડ્યો પણ હતો. આ સમયે અન્ય પ્રવાસીઓમાંથી એક મહિલા પણ બોલી ઉઠી કે,

માણહ થાઓ હવે. હાલ તો વનવિભાગ દ્વારા આ શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેના પકડાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટી પડતા છે અને અતિ કઠીન એવી 36 કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરે છે.

Shah Jina