ખબર

જૂનાગઢમાં 18 વર્ષીય યુવતીને કારમાં પરાણે દારૂ પીવડાવી બે શખ્સોએ માણ્યું રસુખ, ત્યારબાદ બંને શખ્સોએ વાર ફરતી

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી યુવતિઓ અને સગીરાઓ સાથે છેતરપિડી અને બળાત્કારના અનેક કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં કોઇ ખુન્નસ નીકાળવા તો ઘણીવાર હવસ સંતોષવા માટે આવું કરવામાં આવતુ હોય છે. હાલમાં જૂનાગઢમાંથી એક યુવતિ પર બે શખ્સો દ્વારા દારૂના નશામાં દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના સામે આવ્યા બાદ શહેરમાં ખળભળાટ મચી ગયો છે.7 હજાર રૂપિયાની લેતી દેતીમાં યુવકોએ દારૂ પીને યુવતીના ઘરે ધમાલ મચાવી અને પછી ઇકો ગાડીમાં તેનું અપહરણ કરીને વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ આચર્યું.

જૂનાગઢમાં રહેતા હિતેન્દ્ર ઉર્ફ કાનો જોષી અને હિમાંશુ ભોગાયતે યુવતી પાસે 7 હજારની ઉઘરાણી બાબતે ઘરે જઈ નશાની હાલતમાં બળજબરીથી ઈકો ગાડીમાં બેસાડી અને પછી વંથલીથી વાડલા તરફ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ. હિમાંશુનો જન્મદિવસ હોવાને કાણે બંને આરોપી દારૂના નશામાં ધુત હતો અને આ દરમિયાન તેઓ ભાન ભૂલી ઇકો ગાડી લઇ દારૂ પીધેલી હાલતમાં યુવતીના ઘરે જઈ ઘરની બહાર રાડો પાડી યુવતીને પોતાના રૂપિયા આપી દેવાનું કહેતા

પાડોશીઓએ ભેગા થઇ યુવતીને બહાર જઇ વાત કરવાનું કહ્યું હતું. જે બાદ તેઓ યુવતિને ઇકો ગાડીમાં બેસાડી વંથલી તરફ લઈ ગયા અને મરજી વિરૂદ્ધ જબરદસ્તી દારૂ પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું. જે બાદ આ વાત કોઇને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી. ઉલ્લેખનીય છે કે, યુવતિને કારમાં માર પણ મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલિસ પણ પહોંચી યુવતીનું નિવેદન લઈ બંને શખ્સોને ઝડપી લીધા હતા.