ટ્રાફિક સિગ્નલ ઉપર હવામાં લહેરાઈ રહેલા આ યુવકને જોઈને લોકોની આંખો પણ પહોળી થઇ ગઈ, જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર સ્ટન્ટ અને ડાન્સના ઘણા વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આજે ઘણા વોલેન્ટિયરો ટ્રાફિક સિગ્નલ ઉપર પણ ડાન્સ અને સ્ટેન્ટના કરતબ સિગ્નલ બંધ થવા દરમિયાન બતાવતા હોય છે. થોડા દિવસ પહેલા જ ઇન્દોરમાં એક મોડલનો ચાર રસ્તા ઉપર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયો ખુબ જ ચર્ચામાં પણ રહ્યો હતો, જેના બાદ હવે એક નવો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં એક યુવક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ નવો વીડિયો પણ ઇન્દોર શહેરના એક ચાર રસ્તા ઉપરનો જ છે. જ્યાં એક યુવક ચાર રસ્તાના ઝેબ્રા ક્રોસિંગ ઉપર હવામાં ઉછળી અને સ્ટન્ટ બતાવી રહ્યો છે, જો કે આવો સ્ટન્ટ કરવો એ કોઈ સામાન્ય માણસનું કામ નથી, છતાં તે યુવક માટે આ ખુબ જ સરળ લાગી રહ્યું છે. પરંતુ ચાર રસ્તા ઉપર આવા સ્ટન્ટ કરવા ખતરનાક પણ બની શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વાયરલ થઇ રહેલો આ વીડિયો પણ ઇન્દોરના રસોમા સર્કલનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં મોડલ શ્રેયા કાલરાએ પણ તેનો ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો. આ યુવકને સ્ટન્ટ કરતો જોઈને ત્યાં ટ્રાફિક પણ ઉભો રહી ગયેલો જોવા મળે છે. તો આ બાબતે ટ્રાફિક પોલીસ ઉપાધ્યક્ષ ઉમાકાંત ચૌધરીનું કહેવું છે કે યુવકનો વીડિયો ગુરુવારનો છે. પરંતુ બંને વીડિયો એક જ દિવસના જણાવવામાં આવી રહ્યા છે.


હાલ આ યુવક વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં કલમ 209 અંતર્ગત મામલો દાખલ કરી દેવામાં આવ્યો છે.  હાલ યુવકની તલાશ ચાલુ છે.  વાયરલ વીડિયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યુવક ચાર રસ્તા ઉપર કેવી રીતે ઉછળી ઉછળીને તેના કરતબ બતાવી રહ્યો છે, અને ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભેલા લોકો પણ તેને નિહાળી રહ્યા છે.

Niraj Patel