ખબર જાણવા જેવું

SBI બેંકમાં ખાતુ ધરાવનાર જલ્દીથી વાંચો, 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ ફેરફાર

SBIમાં ખાતુ છે તો જાણી લો 1 જુલાઇથી શુ-શુ બદલાઇ રહ્યુ છે ?

જો તમારુ ખાતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIમાં છે, તો આ ખબર તમારા માટે જરૂરી છે. 1 જુલાઇથી SBIમાં બેંકિંગ સંબંધિત કેટલાક નિયમો બદલાઇ રહ્યા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ છે ATMથી પૈસા નીકાળવા અને ચેકબુક સાથે જોડાયેલ નિયમ… (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

SBI નિયમ અનુસાર, ATM અને ચેકબુક બંનેથી પૈસા નીકાળવા પર 1 જુલાઇ 2021થી ચાર્જ લગાવવામાં આવશે. 4 ટ્રાંજેક્શન ફ્રી હશે, જયારે તે બાદ જીએસટી સહિત પૈસા આપવા પડશે. ATMથી 4 ટ્રાંજેક્શન ફ્રી હશે, તે બાદ એક એક ટ્રાંજેક્શન પર 15 રૂપિયા અને પ્લસ જીએસટી લાગશે.

SBIના ATM ઉપરાંત બીજા ATMથી કેશ નીકાળવા પર પણ ચાર્જ લાગશે. SBI તરફથી BSBD ખાતાધારકોને 10 પાનાવાળી ચેકબુક ફ્રીમાં વાપરવાની અનુમતિ હશે. તે બાદ તેમને ચેક બુક લેવા કે તેનાથી વધારે પાનાવાળી ચેકબુક ઇશ્યુ કરવા પર ચાર્જ લાગશે. આ નિયમ 1 જુલાઇથી લાગુ પડશે.

આ નિયમ અનુસાર 10 પાનાની ચેકબુક પર 40 રૂપિયા અને સાથે જીએસટી લાગશે. ત્યાં જ 25 પાના પર 75 રૂપિયા પ્લસ જીએસટી અને ઇમરજન્સી ચેકબુક માટે 40 રૂપિયા પ્લસ જીએસટી વસૂલવામાં આવશે.

ફીસ વધારવા પર RBIએ કહ્યુ કે, એટીએમ લગાવવાનો ખર્ચ ઘણો વધી ગયો છે. RBIએ ATM સાથે જોડાયેલ ફીસની સમીક્ષા કરવા માટે જૂન 2019માં એક કમિટી બનાવી હતી. ભારતીય સંઘના મુખ્ય કાર્યકારીની અધ્યક્ષતામાં આ કમીટીના સુજાવ પર વ્યાપક તપાસ બાદ નવા આદેશ જારી કરવામાં આવ્યા છે.