ભારતના ગામડાનો છોકરો લઇ આવ્યો વિદેશી દુલ્હન, હવે ગોરી મેમસાબ ગામડામાં રહીને કરે છે ખેતીના બધા કામ, ગાયનું દૂધ પણ કાઢે છે.. જુઓ વીડિયો

ભારતીય યુવકે દુબઈમાં જર્મનીની યુવતીને બીચ પર બિકીનીમાં જોઈ અને પ્રેમમાં લપસી ગયો, ધીમે ધીમે કરી ઓળખાણ અને પછી લગ્ન કરીને લઇ આવ્યો પોતાના ગામડે… જુઓ વીડિયો

આજે આપણા દેશમાં ઘણા લોકોને વિદેશ જવાનો મોહ લાગ્યો છે. ઘણા લોકો એવું ઈચ્છે છે કે વિદેશમાં જઈને તે સારી કમાણી કરે. ત્યારે ઘણા વિદેશી લોકો ભારતમાં આવીને અહીંયાની શાંતિ અનુભવવા માંગતા હોય છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા ભારતીય યુવકોએ વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા અને હાલ ભારતમાં જ તેની સાથે સ્થાયી થઈને રહી રહ્યા છે. (તસવીર સૌજન્ય: જુલી શર્મા/ઇન્સ્ટાગ્રામ)

એવું જ એક કપલ છે અર્જુન અને જુલી. અર્જુન રાજસ્થાનનો છે અને જુલી જર્મનીની. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. કપલ યુટ્યુબ ચેનલ પર વ્લોગ શેર કરે છે. જુલી ભારતની દેશી શૈલીમાં ભળી ગઈ છે. તે ખેતરોમાં કામ પણ કરે છે. જુલીની દેશી સ્ટાઈલ લોકોને પસંદ છે. તો જુલી કેવી રીતે અર્જુનના પ્રેમમાં પડી ? આ અંગે કપલે ખુલાસો પણ કર્યો.

અર્જુને જણાવ્યું કે તે જુલીને 2018માં મળ્યો હતો. ત્યારબાદ તે કામ માટે દુબઈ ગયો હતો, જ્યારે જુલી ત્યાં ફોટોશૂટ માટે આવી હતી. બીચ પર જુલીને બિકીમાં જોઈને અર્જુન તેના પ્રેમમાં પડી ગયો હતો. પછી જુલી સ્વિમિંગ કરતી હતી. અર્જુને પોતાની બાજુથી જ વાતચીત શરૂ કરી. અર્જુનના કહેવા પ્રમાણે, તેણે જુલીને તેના સારા સ્વિમિંગ વિશે પ્રશ્ન પૂછ્યો. પછી જુલીની સુંદરતાના વખાણ કર્યા અને સીધો જ તેનો નંબર માંગ્યો.

જોકે, તે સમયે જુલીએ અજાણ્યા વ્યક્તિને નંબર આપવાની ના પાડી દીધી હતી. પણ તેણે અર્જુનનો નંબર લીધો. બે દિવસ પછી જુલીએ મેસેજ કર્યો ત્યારે અર્જુનની ખુશીનો પાર ન રહ્યો. બંને મળ્યા અને અર્જુન જુલીને દુબઈ ફરવા લઈ ગયો. તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ અને જુલી એક મહિના સુધી દુબઈમાં રહી. જ્યારે તે અહીં માત્ર બે અઠવાડિયા માટે આવી હતી. જર્મની ગયા પછી પણ તેમની વચ્ચે વાતચીત ચાલુ રહી.

આ પછી જુલી ભારત આવી અને અહીં જ રહી. વર્ષ 2020માં અર્જુને જુલીને પ્રપોઝ કર્યું અને બીજા જ વર્ષે તેઓએ લગ્ન કરી લીધા. ત્યારથી જુલી ભારતમાં જ રહે છે. હવે તે હિન્દી પણ સારી રીતે બોલવા લાગી છે. જુલીના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ ઉપરાંત તેની યુટ્યુબ પર તેની ચેનલના 6 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

આ પ્લેટફોર્મ્સ પર કપલ્સ તેમના રોજિંદા જીવન સાથે સંબંધિત વીડિયો શેર કરે છે, જેને લાખો વ્યૂઝ મળે છે. તાજેતરમાં જ જુલીનો ખેતરોમાં કામ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમાં તે ડુંગળી વાવતી જોવા મળી હતી. અન્ય એક વીડિયોમાં તેને ગાયનું દૂધ કાઢતા પણ બતાવવામાં આવી હતી.

Niraj Patel