મનોરંજન

આર્યન ખાનના જામીનમાં જુહી ચાવલાની તસવીર બની અડચણ, કોર્ટે લગાવી ફટકાર, જાણો સમગ્ર મામલો

બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન ડગ કેસની અંદર છેલ્લા ઘણા દિવસથી જેલમાં બંધ હતો, જેના બાદ બે દિવસ પહેલા જ તેની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી હતી. આ જામીન માટે શાહરુખની મિત્ર અભિનેત્રી જુહી ચાવલાએ એક લાખ રૂપિયાનું બોન્ડ ભર્યું હતું. જુહીની સાથે આર્યનના વકીલ પણ હતા.

પરંતુ ગઈકાલે જામીન ઓર્ડર મોડા  પહોંચવાના કારણે આર્યન છૂટી શક્યો નહોતો. આર્યનને ભલે જામીન મળી ગઈ હતી. પરંતુ લીગલ ફોર્માલિટી પૂર્ણ ના થવાના કારણે આર્યન ગઈકાલે પણ જેલમાંથી બહાર આવી શક્યો નહોતો. આજે આર્યન જેલમાંથી બહાર આવી ગયો છે.

ત્યારે બન્યું એવું કે જામીન તરીકે હાજર થયેલી જુહી ચાવલા કોર્ટમાં પહોંચી ત્યારે ક્લાર્ક દ્વારા જણાવવામાં આવ્યું કે જામીન માટે બનાવવામાં આવેલા ફોર્મ ઉપર તેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો નથી લાગેલો. જેના ઉપર સેશન્સ કોર્ટના સિસ્ટેડર આનંદીની ફર્નાન્ડિઝ અને નિખિલ માનશિંદેએ મરાઠીમાં અભિનેત્રીના વકીલને ફટકાર લગાવી અને કહ્યું કે શું આ પહેલા તમે ખાતરી વાળું કામ નથી કર્યું ?

તેમને અભિનેત્રીની તસવીરોનું કામ જલ્દી જ પૂર્ણ કરવા માટે કહ્યું. જેના બાદ ઉતાવળમાં જ અભિનેત્રીની તસવીરો મંગાવવામાં આવી, જો કે આ કામની અંદર લગભગ 15થી 20 મિનિટનો સમય પણ લાગી ગયો. અભિનેત્રી જુહી ચાવલા મલાબાર હિલ્સમાં રહે છે અને સેશન્સ કોર્ટ તેના ઘરની એકદમ નજીક છે, માનવામાં આવી રહ્યું છે કે જુહીની તસવીરો તેના ઘરેથી મંગાવવામાં આવી હતી અને પછી ફોર્મ ઉપર ભરીને ચોંટાડી આગળની પ્રક્રિયા કરવામાં આવી.

જેના બાદ આર્યનના જામીન માટે વકીલે એનડીપીએસ કોર્ટમાં જ્જને કહ્યું કે, “સાહેબ હું જામીન માટે જુહી ચાવલાને હાજર કરું છું. જેના બાદ જુહી વિટનેસ બોક્સમાં આવે છે. જજે પૂછ્યું કે તમે કોના જામીન લઇ રહ્યા છો ?જેના પર અભિનેત્રીએ કહ્યું કે આર્યન ખાનના જામીન લઇ રહી છું. જેના બાદ જુહીને બધી જ કાર્યવાહી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું.