મનોરંજન

આ મશહૂર અભિનેત્રીએ પેટ્રોલપંપના કર્મચારી પર લગાવ્યો છેડતીનો આરોપ, દર્દભરી આપવીતી જણાવી-જાણો વિગત

આજે દેશમાં જાહેર સ્થળો પર દીકરી સુરક્ષિત હોવાની વાતો સાંભળવા મળી રહી છે. મોડેલ અને બંગાળી અભિનેત્રી જુહી સેન ગુપ્તાના છેડછાડનો મામલો સામે આવ્યો છે.


જુહીએ તેના ફેસબુકના પેજ પર આ બાબતે જણાવ્યું છે. અભિનેત્રી સાથે કોલકતામાં એક પેટ્રોલ પંપના સભ્યો દ્વારા તેની સાથે ખરાબ વવર્તન કર્યું હતું. બાદમાં આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે પેટ્રોલ પંપના એક કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બંગાળી સીરીયલ ભોજો ગોવિંદથી મશહૂર થયેલો જુહી સેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, તે તેની કારમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગઈ હતી. આ દરમિયાન તેની સાથે તેના માતા-પિતા પણ હતા. ત તેણીએ પેટ્રોલપંપ પરના કર્મચારીને 1500 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કીધું હતું. પરંતુ કર્મચારીએ 3 હજારનું પેટ્રોલ ભરી દીધુ હતું.

જુહીએ વધુમાં જણાવ્યું હતું કે. જ્યારે અમે તેને આ બાબતે પૂછતાં તે કર્મચારી ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. તેટલું જ નહીં ત્યાંના બીજા સ્ટાફ દ્વાર આમરી કારની ચાવી છીનવી લીધી હતી. જુહી સાથે તેના માતા-પિતા પણ હતા. જયારે જુહીએ પેટ્રોલપંપના સ્ટાફને રોકવાની કોશિશ કરી તો તેને પણ ધક્કો કઆપ્યો હતો.

જુહીએ વધુમાં કહ્યું હતું કે, આ કારણે મારા હાથમાં ઇજા થઇ હતી. પરંતુ મારા માતા-પિતાએ આ બધામાંથી ગુજરવું પડ્યું હતું. પેટ્રોલપંપના કર્મચારીએ મારા પિતાને ધક્કો આપ્યો હતો. ત્યારબાદ મેં પણ તે કર્મચારીને ધક્કો આપ્યો હતો.

જુહીએ આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેશ યાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છે.અહીં પેટ્રોલપંપ પર હાજર રહેલા કર્મચારીનું પુછપરછ કરવામાં આવી રહી છે. એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર પોતાના સાથે થયેલી આ ઘટનાની જાણ કર્યા બાદ લોકોએ જુહી સેન ગુપ્તાને ટ્રોલ કરવાં શરૂ કરી દીધું હતું. ત્યારે જુહીએ ટ્રોલર્સને જવાબ આપ્યો હતો કે, જો તમને શી જાણકારી ના હોય તો કંઈ પણ ના બોલવું જોઈએ. કોલકતામાં લોકો સુરક્ષિત નથી. તેનાથી ઘણા લોકો વાકેફ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks