મનોરંજન

વજન વધવાને કારણે આ એક્ટ્રેસને કરવો પડ્યો હતો તકલીફનો સામનો, હવે દેખાઈ છે કંઈક આવી

ટીવી ઇન્ડસ્ટ્રીઝની મશહૂર એક્ટ્રેસ જુહી પરમારે તેની કરિયરની શરૂઆત ઝી ટીવીના શો ‘વો’થી કરી હતી. 17 વર્ષ પહેલા જુહી પરમારે ‘કુમકુમ-પ્યારા સા બંધન’ માં કુમકુમના લીડ રોલમાં હતી. આ સિરિયલ થી જ ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં જુહી પરમારનું નામ બન્યું હતું. આ સીરિયલમાં જુહીએ એક સારી દીકરી, વહુ, પત્ની અને માં કર્યો હતો. રિયલ લાઈફમાં પણ જુહીને બધા કુમકુમથી જ ઓળખતા હતા. આ સિરિયલ બંધ થઇ એને 10 વર્ષ જેટલો સમયગાળો થઇ ગયો છે.

 

View this post on Instagram

 

Keep your face to the sun and you will never see the shadows… . . #InMyHappySpace #LightAndShadow #Life

A post shared by Juhi Parmar (@juhiparmar14) on


હાલમાં જ આ શોની લીડ એક્ટ્રેસ જુહી પરમારે સિરિયલને 17 વર્ષ પુરા થતા ફેન્સ માટે એક પોસ્ટ શેર કરી હતી. જુહી પરમારે ઇન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરી હતી. તેમાં તે બિલકુલ ‘કુમકુમ’ના લુકમાં જ નજરે આવી હતી. ફોટો શેર કરીને એક લાંબી પોસ્ટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, આજથી 17 વર્ષ પહેલા મારી એક ખુબસુરત સફર શરૂ થઇ હતી. મને ત્યારે એ પણ ખબર ના હતી કે, મારી જિંદગીની આ સૌથી સારી સફર હશે. જિંદગીભરની સફર એટલે કહું છું કે, કારણકે શો ભલે ઓફએર થઇ ગયો હોય પરંતુ હજુ પણ લોકો મને કુમકુમના નામથી જ બોલાવે છે.


જુહી પરમારે આગળ લખ્યું હતું કે, આ શો થી મને સારા દોસ્તો અને જિંદગી ભરની યાદ મળી છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું આ શોનો હિસ્સો બની. આ શો દર્શકોને પસંદગીનો શો હતો. સિરિયલની વર્ષ ગાંઠ પર  મેં ફેન્સ માટે એ જ કુમકુમ વાળો લુક કર્યો છે.’ કુમકુમ પ્યારા સા બંધન’ સિરિયલ 2002માં ઓનએર થઇ હતી. આ સીરિયલમાં જુહી પરમાર સિવાય હુસૈન કુવાઝરવાળા, અરુણ બાલી, રીટા ભાદુડી હતા.


આ સીયલ બાદ જુહી પરમાર ઘણી સીરિયલમાં નજરે આવી હતી. જેમાં વિરાસત, કુસુમ, દેવી, ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, તેરે ઈશ્ક મેં અને સંતોષી માં માં નજરે આવી હતી.આ સિવાય ઘણા રિયાલિટી શોમાં પણ નજરે આવી હતી જેમાં ‘પતિ પત્ની ઔર વો’ અને કિચન સ્પેશિયલ-5નો સમાવેશ થાય છે. ખાસ વાત તો છે કે જુહી પરમારે બીગબૉસ 5નો ખિતાબ જીત્યો હતો.

 

View this post on Instagram

 

“If we were meant to stay in one place, we’d have roots instead of feet” – Rachel Wolchin

A post shared by Juhi Parmar (@juhiparmar14) on


કુમકુમ સિરિયલથી લઈને અત્યાર સુઘી જુહી પરમારના લુકમાં ઘણા બધા ફેરફાર આવ્યા હતા. થોડા સમય પહેલા તેનું વજન બહુજ વધી ગયું હતું. જેને ખુલાસો તેને બિગબોસ સીઝન 5 દરમિયાન કર્યો હતો.


થોડા વર્ષો પહેલા એક અખબારમાં આપેલા ઇન્ટરવ્યૂમાં જુહી પરમારે  તેના વધતા વજન અંગે કહ્યું હતું. જુહીએ કહ્યું હતું કે, હું ફરી કામ કરવા માંગુ છું પરંતુ વજન ઓછું કરીને અને સરખા શેપમાં આવ્યા બાદ. હું ઘણા વર્ષોથી કામથી દૂર રહી છું. મારું વજન માર કરિયરની વચ્ચે આવતા મારી સૌથી મોટી મુશ્કેલી છે. જે મેડિકલના કારણે વધી ગયું હતું. ઈન્ડસ્ટ્રીઝમાં કોઈજ કારણ નથી ચાલતું. મારુ સૌથી પહેલું ફોક્સ  મારુ વજન ઓછું કરવાનું છે.


જુહી પરમારે ઘણી વજન ઓછું કરી નાખ્યું છે. જુહી પરમારે 17 કિલો વજન ઘટાડીને ‘કરમ ફળ દાતા શનિ’ સીરિયલમાં કમબેક કર્યું હતું.આ સિરિયલ 2018માં ઓફએર થઇ હતી. જુહી છેલ્લે સિરિયલ ‘તંત્રમાં નજરે આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks