બૉલીવુડ એક્ટ્રેસ જુહી ચાવલા આજકાલ પરેશાન છે. જુહી ચાવલાએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેની ડાયમંડની બુટ્ટી મુંબઈ એરપોર્ટ પર ક્યાંક ખોવાઈ ગઈ છે. આ બુટ્ટી ખોવાઈ જવાથી જુહી ચાવલા પરેશાન છે. એક્ટ્રેસ જુહી ચાવલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકો પાસેથી મદદ માંગી છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, બુટ્ટી શોધી આપનારને ઇનામ આપશે.
View this post on Instagram
જુહીએ બુટીની તસ્વીર શેર કરી ટ્વીટ કરતા લખ્યું હતું કે, સવારે મુંબઈ એરપોર્ટના ગેટ નંબર 8માં જઈ રહી હતી. એરીમેંટ્સ કાઉન્ટર પર મેં ચેક કર્યું હતું. સિક્યોરિટી ચેક થયુ હતું. આ વચ્ચે ક્યાંક મારા હીરાની બુટ્ટી ખોવાઈ ગઈ હતી. જો કોઈ મારી મદદ કરશે તો હું ખુશ થઇ જઈશ.
જુહીએ વધુમાં લખ્યું હતું કે, જો કોઈને મારી બુટી મળે છે તો તેની જાણકારી પોલીસને આપે. આ મારો મેચિંગ પીસ છે. જે હું 15 વર્ષથી પહેરી રહી છું. મહેરબાની કરીને મદદ કરો. આટલું જ નહીં જુહીએ વધુમાં લખ્યું હતું કે, બુટ્ટી શોધી આપનારને ઇનામ આપવામાં આવશે. જુહીનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લોકો જુહીની આ પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે.
Kindly help 🙏 pic.twitter.com/bNTNYIBaZ2
— Juhi Chawla (@iam_juhi) December 13, 2020
એક યુઝરે લખ્યું હતું કે, તમે તમારી બુટ્ટી ખોવાઈ જવા પર ટ્વીટ કર્યું છે. જેનો મતલબ છે કે આ બેહદ ખાસ છે. ઉમ્મીદ કરું છું કે, તમને જલ્દી જ મળી જાય. ગુડ લક. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આશા રાખું છું કે, જુહી તને તારી બુટ્ટી જલ્દી જ મળી જાય.
આ લાંબી પોસ્ટ સાથે જુહીએ ડાયમંડની બુટી શેર કરી છે. આ સાથે જ તેને હાથમાં બુટ્ટી પકડી રાખી છે. મને આશા છે કે, કિંમતી બુટી કોઈને મળે તો આપી જશો.
View this post on Instagram
જુહી ચાવલા આ સમયે ફિલ્મોથી દૂર છે. તે સમયે લાઈમલાઈટમાં આવવું મુશ્કેલ છે. પરંતુ આ સમયે તેની ડાયમંડની એક બુટ્ટીને કારણે ચર્ચામાં આવી છે.
હેરાનીની વાત છે કે, આ સમયે જુહીની એક બુટ્ટી ખોવાઈ ગઈ છે. પરંતુ એક મહિના પહેલા એરપોર્ટ પર અધિકારીઓ પર તેની ભડાસ કાઢી હતી. જુહીએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ખરાબ વ્યવસ્થાને કારણે ઘણા પેસેન્જરને લાંબી રાહ જોવી પડે છે.