મનોરંજન

આર્યન ખાનના જન્મદિવસ પર શાહરુખની ખાસ કહેવાતી જુહીએ લીધો મોટો નિર્ણય, વિશ્વાસ નહિ આવે

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન માટે છેલ્લા કેટલાક દિવસો બિલકુલ સરળ ન હતા. આર્યન ખાન આ દિવસોમાં મુંબઈ ડગ કેસમાં ફસાયેલો છે. આ કારણે તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું. પરંતુ હવે આર્યન જમાનત પર બહાર આવી ગયો છે. અભિનેત્રી જૂહી ચાવલા આર્યન ખાનની જામીન બની હતી.

આર્યન ખાન માટે 13 નવેમ્બર ખૂબ જ ખાસ દિવસ છે. આર્યન ખાન 24 વર્ષનો થઇ ગયો છે. આ ખાસ અવસર પર આર્યનને પરિવાર અને મિત્રો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. જૂહી ચાવલાએ પણ આર્યન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રીએ આર્યનની બાળપણની એક સુંદર તસવીર શેર કરી છે જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જુહી ચાવલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આર્યન ખાનના બાળપણનો એક થ્રોબેક તસવીર શેર કરી છે.

જુહી ચાવલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર તસવીર શેર કરી છે, જે આર્યન ખાનના બાળપણના દિવસોની છે. આ તસવીરમાં આર્યન ખાન તેના મિત્રો સાથે ઉભો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તેની બહેન સુહાના પણ આર્યન સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.

જુહી ચાવલાએ આ તસવીર સાથે ક્યૂટ કેપ્શન લખ્યું હતું કે, તેણે આર્યન ખાનના જન્મદિવસ પર સંકલ્પ લીધો છે. જૂહી આર્યન ખાનના નામે 500 વૃક્ષો વાવવાની છે. અભિનેત્રીએ લખ્યું, ‘આજે ખાસ અવસર પર પર્સનલ આલ્બમમાંથી બીજી ભેટ છે.હેપ્પી બર્થ ડે આર્યન.

અમારી પ્રાર્થના હંમેશની જેમ તારી સાથે જ છે. સર્વશક્તિમાનના આશીર્વાદ હંમેશા તારા પર રહે અને તે તારું રક્ષણ કરે અને માર્ગદર્શન આપે. લવ યુ. મેં તારા નામ પર 500 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. જુહી ચાવલાનો જન્મદિવસ પણ 13 નવેમ્બરે આવે છે. એટલા માટે તેણે આ દિવસને વધુ ખાસ બનાવવા માટે આ નિર્ણય લીધો છે.

જુહી ચાવલા અને શાહરૂખ ખાનની મિત્રતા વર્ષો જૂની છે. બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. તેવામાં જૂહી ચાવલા પણ શાહરૂખ ખાનના બાળકો સાથે એક સુંદર બોન્ડ શેર કરે છે. આર્યન જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે જૂહી ચાવલાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, ‘હું ખુશ છું કે આ બધું પૂરું થઈ ગયું છે અને આર્યન ખાન બહુ જલ્દી ઘરે આવશે. મને લાગે છે કે તે દરેક માટે મોટી રાહત છે. હવે અમારું બાળક હવે ઘરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla)