મનોરંજન

25 વર્ષ પછી જુહી ચાવલાએ કર્યો ખુલાસો, આ કારણને લીધે છુપાવીને રાખ્યા હતા જય મેહતા સાથેના લગ્ન

અભિનેત્રી જુહી ચાવલાએ પોતાની ચુલબુલી અદાઓ અને ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલો પર રાજ કર્યું છે. પોતાની કારકિર્દીના ટોંચ પર પહોંચતા જ વર્ષ 1995 માં જુહીએ જય મેહતા સાથે લગ્ન કરી લીધા હતા.

ખાનગી રીતે થયેલા જુહીના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવાર જ શામિલ થયો હતો. ઘણા સમય સુધી તેઓને પોતાના લગ્નને છુપાવીને રાખ્યા હતા. તેના પર જુહીએ તાજતેરમાં જ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી છે.

 

View this post on Instagram

 

Straight from the ‘Too glam to give a damn era’ 😜💃👍

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

ઇન્ટરવ્યૂમાં જુહીએ કહ્યું કે,”તે સમયે ઇન્ટરનેટ ન હતું. દરેક ફોનમાં કેમેરા પણ ન હતા. એવામાં ખાનગી રીતે લગ્ન કરવા અને તેને છુપાવી રાખવાનું સહેલું હતું. હું તે દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ કમાઈ રહી હતી. મને મારી કારકિર્દીને લઈને ખુબ ચિંતા હતી. હું મારી કારકિર્દીને યથાવત જ રાખવા માંગતી હતી, અને ત્યારે જ આ બધું થઇ ગયું. લગ્ન પછી પણ હું ચૂપ જ રહી અને મારા કામમાં લાગી ગઈ હતી”.

Image Source

જયની સાથે જુહીની પ્રેમ કહાની કેવી રીતે શરૂ થઇ તેના વિશે વાત કરતા જુહીએ કહ્યું કે,”બોલીવુડમાં આવતા પહેલા જ તેની મુલાકાત જય મેહતા સાથે થઇ ચુકી હતી. મિત્રોની સાથે આ ખુબ નાની એવી મુલાકાત હતી. જ્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું તો જયની સાથે સંપર્કમાં પણ ન હતી. પછી અમુક વર્ષો પછી એક મિત્રની ડિનર પાર્ટીમાં અમે ફરીથી મળ્યા અને અમારી વાતચીત થવા લાગી”.

Image Source

જુહીએ આગળ કહ્યું કે,”ત્યારથી તે બધી જ જગ્યાએ આવતા હતા જ્યા હું જતી હતી. જ્યા પણ હું તેને દેખાઈ જાવ તે ફૂલો અને ગિફ્ટ લઈને આવતા હતા. મારા જન્મદિવસ પર મને યાદ છે કે તેણે મને લાલ ગુલાબથી ભરેલો ટ્રક મોકલ્યો હતો. તેના એક વર્ષ પછી તેમણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.”

Image Source

જુહીએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. વર્ષ 1984 માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા પછી જુહીએ ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. જેના પછી તેણે કયામત સે કયામત તક, બોલ રાધા બોલ, સ્વર્ગ, હમ હૈ રાહી પ્યાર કે, ડર, યસ બૉસ, ઇશ્ક વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

છેલ્લી વાર જુહી ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર, રાજ કુમાર રાવ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.