મનોરંજન

લાઇમ લાઇટથી દૂર રહે છે જુહી ચાવલાની દીકરી જાહ્નવી, સામે આવી સુંદર તસવીરો

આખી દુનિયાથી છુપાઈને રહે છે જુહીની આ ક્યૂટ લાડલી, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

જુહી ચાવલા ઇન્ડસ્ટ્રીનો ખ્યાતનામ ચહેરો છે પરંતુ તેનો પરિવાર લાઇમ લાઇટથી દૂર રહે છે. જુહી ચાવલા 50ની ઉમર વટાવી ચુકી છે તે છતાં પણ તેની સુંદરતા આજે પણ ચાહકોનું મન મોહી લે તેવી છે. જુહી વિષે તો આપણે સૌ ઘણું બધું જાણીએ છીએ, પરંતુ આજે અમે જુહી ચાવલાની સુંદર દીકરી જ્હાન્વી વિષે જાણીશું.

Image Source

જુહીએ હાલમાં જ પોતાની દીકરી જાહ્નવીની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જાહ્નવી સ્કૂલના ક્લાસરૂમમાં બેઠેલી નજર આવે છે. જુહીએ આ તસ્વીરની સાથે લખ્યું છે: “જાહ્નવી પોતાના સ્કૂલ ફેરવેલમાં, એક જ મોમેન્ટમાં ખુશ અને દુઃખી પણ.” રિપોર્ટનું માનીએ તો જુહીની દીકરી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

જુહી ચાવલાની દીકરીની તસ્વીર જોઈને સોશિયલ મીડિયામાં રીપૉન્સ આવવાનું શરૂ થઇ ગયું છે. ઘણા ચાહકોએ કહ્યું કે જુહીની જેમ જ તેની દીકરીની સ્માઈલ છે. જો કે ઘણા બાળકો વચ્ચે બેઠેલી જાહ્નવીને ઓળખવી આસાન નથી. આજ કારણ છે કે યુઝર્સે જુહી ચાવલાને પ્રશ્ન કર્યો છે કે આમાંથી તમારી દીકરી કઈ છે ?

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

જુહી ચાવલાના બંને બાળકો દીકરી જાહ્નવી અને દીકરો અર્જુન લાઇમ લાઇટથી દૂર રહે છે. સોશિયલ મીડિયા ઉપર બનેંની એક્ટિવિટી ઓછી જોવા મળે છે.

Image Source

જુહી ચાવલાએ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જુહી સમય સમય ઉપર ફિલ્મો કરતી રહે છે. છેલ્લે તે ફિલ્મ “એક લડકી કો દેખા તો એસા લગા”માં જોવા મળી હતી.