મનોરંજન

પહેલી વાર જુહી ચાવલાની દીકરીની તસ્વીર આવી સામે, લોકો જોઈને થઇ ગયા હેરાન, જુઓ તસ્વીરો

અભિનેત્રી જુહી ચાવલા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રી છે. જુહી ચાવલા બોલીવુડના ત્રણે ખાન સાથે કામ કરી ચુકી છે. જો કે ઇન્ડસ્ટ્રીમાં જુહીના અનેક ચાહકો હતા પણ જુહીએ જીવનસાથી તરીકે બિઝનેસમેન જય મહેતાને પસંદ કર્યા હતા અને વર્ષ 1995 માં લગ્ન કર્યા હતા. બંન્નેની એક દીકરી જાહ્નવી મેહતા અને દીકરો અર્જુન મેહતા છે.

Image Source

જાહ્નવી મહેતાને ખુબ ઓછા લોકો જાણતા હશે કેમ કે તે અન્ય સ્ટાર કિડ્સની જેમ નહીં પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. એવામાં તાજેતરમાં જ જુહી ચાવલાની દીકરી જાહ્નવી મહેતાની તસ્વીર સામે આવી છે જેને જોઈને દર્શકો હેરાન જ રહી ગયા છે.

Image Source

જુહી ચાવલાએ તાજેતરમાં જ જાહ્નવી મહેતાની તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં જાહ્નવી સ્કૂલના ક્લાસરૂમમાં બેઠેલી દેખાઈ રહી છે. જુહીએ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું કે,”જાહ્નવી પોતાની સ્કૂલની ફેરવેલમાં, એક જ ક્ષણમાં ખુશ છે અને દુઃખી પણ”. દર્શકોને જાહ્નવીની આ સાદગી ભરેલી તસ્વીર ખુબ પસંદ આવી રહી છે.

Image Source

તસ્વીરને જોતા દર્શકોનું કહેવું છે કે જુહી જેવી ક્યૂટ સ્માઈલ તેની દીકરીની પણ છે. જો કે ઘણા બાળકોની વચ્ચે બેઠેલી જાહ્નવીને ઓળખવી મુશ્કેલ છે. એવામાં ઘણા યુઝર્સે એવો સવાલ પણ કર્યો છે કે આમાની જાહ્નવી મહેતા કોણ છે?

Image Source

જુહીના બંન્ને બાળકો જાહ્નવી અને અર્જુન લાઇમલાઈથી દૂર રહેવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પણ બંન્ને ભાગ્યે જ જોવા મળે છે. જાહ્નવી કપૂરે ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટના આધારે જાહ્નવીને હાલ અભિનય ક્ષેત્રમાં આવવાની કોઈ જ રુચિ નથી. જુહી ચાવલા છેલ્લી વાર અનિલ કપૂરની ફિલ્મ એક ‘લડકી કો દેખા તો ઐસા લગા’ માં જોવા મળી હતી. ફિલ્મમાં સોનમ કપૂર, રાજકુમાર રાવ પણ ખાસ કિરદારમાં હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.