મનોરંજન

લોકડાઉનમાં શાકભાજી ના મળવા પર પરેશાન છે જુહી ચાવલા, ઉગાડી રહી છે શાકભાજી

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણેલોકો ઘરમાં રહીને તેના પરિવાર સાથે સમય પસાર કરે છે. બોલીવુડના ઘણા સિતારાઓ કોઈને કોઈ કામ કરતા નજરે ચડે છે. લોકડાઉનના સમયમાં કોઈ ગિટાર શીખી રહ્યું છે તો કોઈ પેઇન્ટિંગ કરી રહ્યું છે. બોલીવ્ડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ લોકડાઉનના સમયનો સદુપયોગ કરે છે.

Image source

લોકડાઉનમાં સમય પસાર કરવા જુહી ચાવલા ખેતી કરતી નજરે ચડે છે. જુહી ચાવલા આજકાલ ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહી છે. જુહી ચાવલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે.

Image source

આ તસ્વીરમાં તે શાકભાજી ઉગાડતી નજરે આવે છે, જુહી ચાવલાએ જણાવ્યું હતું કે, તે ટમેટા અને મેથી ઉગાડવામાં ધ્યાન આપી રહી છે.

Image source

જુહી ચાવલાએ તસ્વીરનાં કેપ્સનમાં લખ્યું હતું કે, આ જુઓ મારું નવું કામ, મેથી, કોથમીર અને ટમેટા ઉગાડી રહી છું. હાબે જોઈએ શું થાય છે. ફેન્સ પણ જુહી ચાવલાની આ તસ્વીરને લાઈક કરી રહ્યા છે.

Image source

જુહી ચાવલાએ હાલમાં જ તેના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો કે, આખરે તેને ચોરી છુપીથી લગ્ન કેમ કર્યા હતા. જુહી એ જણાવ્યું હતું કે, તે સમયે ઇન્ટરનેટ ના હતું કે બધા પાસે મોબાઈલ ના હતા. ત્યારે તમે આજ રીતે કરી શકો છો. હું તે દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝમાં સારું કામ કરી હતી. મને મારી કરિયરને લઈને ચિંતા હતી. હું મારી કરિયરને આગળ વધારવા માંગતી હતી. ત્યારે જ બધું થઇ ગયું હતું. હું ચૂપ થઇ ગઈ હતી. હું મારા કામમાંપરત ફરી ગઈ હતી.

જુહીએ તેની કરિયરમાં ઘી હિટ ફિલ્મો આપી છે. વર્ષ 1984માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ તેને એક્ટિંગમાં કરિયર બનાવવાનો ફેંસલો લીધો હતો. 1986માં ફિલ્મ ‘સલતનત’થી જુહીએ તેની કરિયરની શરૂઆત કરી હતી. જુહી તેના સમયની સફળ એક્ટ્રેસ હતી. સલમાન ખાન પણ જુહીનો ફેન હતો.

 

View this post on Instagram

 

Simple pleasures of life ..!! 💕💕🍀🍀🍀

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન જુહી ચાવલાના ઘરે સંબંધ લઈને ગયો હતો પરંતુ જુહીના પિતાએ લગ્ન માટે ઇન્કાર કરી દીધો હતો.

જુહીએ કયામત સે કયામત, બોલ રાધા બોલ, સ્વર્ગ, હમ હે રહી પ્યાર કે, ડર, યસ બોસ અનેઇશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જુહી છેલ્લે એક લડકી કો દેખા તો ઐસા લગા’માં નજરે આવી હતી. ફિલ્મમાં જુહી ચાવલા સિવાય સોનમ કપૂર,રાજકુમાર રાવ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.જુહી ચાવલાએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જુહી ચાવલાને 2 બાળકો પણ છે.

 

View this post on Instagram

 

Cheers ..!!!😁😝 Clinking glasses of tea at our farm in Mandwa …!! 🍀🍀🍀

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.