મનોરંજન

જુહી ચાવલાએ તેના ફાર્મ હાઉસમાં ખોલી નવી ઓફિસ, નવા સ્ટાફ ક્વાર્ટર, કાઉશેડ બનાવવાની યોજના, ટ્વીટ કરીને આપી જાણકારી

એક સમયની બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી જુહી ચાવલાએ પોતાની નવી ઓફિસની તસ્વીર પોતાના ચાહકો સાથે શેર કરી છે. જુહીની આ નવી ઓફિસ જોઈને તેના ચાહકો તેની પ્રસંશા કરી રહ્યા છે. જુહીની આ ઓપન ઓફિસ છે. તે એક ખુલ્લા આકાશની નીચે ઝાડના છાયડામાં બેસીને પોતાની ટીમના લોકો સાથે વાત કરી રહી છે.

જૂહીએ આ નવી ઓફિસની બે તસવીર પોતાના ટ્વીટર ઉપર શેર કરી છે. જેમાં એક તસવીરમાં તે આંબાના બગીચામાં બેઠી છે. ટેબલ પર લેપટોપ રાખી તે કામ કરી રહી છે. અને ચહેરા ઉપર સ્માઈલ સાથે ફોટોમાં પોઝ પણ આપી રહી છે. તેના ટેબલ પર કેરીઓ પણ રાખેલી છે.

તો બીજી તસવીરમાં તે ઝાડ નીચે પોતાની ટીમ અને સ્ટાફના લોકો સાથે વાતચીત કરતી જોવા મળે છે. જૂહીએ આ તસવીર શેર કરવાની સાથે જણાવ્યું છે કે તે વાડા ફાર્મ હાઉસમાં પોતાની નવી ઓફિસ ખોલી છે જેમાં એસી અને ઓક્સિજન છે. અહીં તે પોતાના સ્ટાફ માટે ક્વાટર્સ બનાવવાનું પણ વિચારી રહી છે.

જુહીએ આ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે, “વાડા ફાર્મમાં મારી નવી ઓફિસ. એસી અને ઓક્સિજનથી ભરપૂર. ગયો માટે નવા ઘર, સ્ટાફ ક્વાર્ટર અને તેનાથી પણ વધારે ફળોના ઝાડ વાવવાનું આયોજન કરી રહી છું. “