જૂહી ચાવલા છે પતિ જય મહેતાની બીજી પત્ની, લોકોએ કહ્યુ- પૈસા માટે વૃદ્ધ સાથે લગ્ન કર્યા પરંતુ હકિકત કંઇક બીજી જ…

પૈસા માટે કરી લીધા લગ્ન? જાણો સમગ્ર વિગત

બોલિવુડ અભિનેત્રી જૂહી ચાવલા હવે ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ એક સમય હતો જયારે તે ઇન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી. 80-90ના દાયકામાં જૂહીની ઇન્ડસ્ટ્રીમાં ઘણી ડિમાન્ડ હતી. અભિનય ઉપરાંત લોકો તેની ખૂબસુરતી પર પણ ફિદા હતા.

વર્ષ 1984માં જૂહીએ મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. આ ઉપરાંત તેણે વર્ષ 1984માં મિસ યુનિવર્સ બેસ્ટ કોસ્ચયૂમનો એવોર્ડ પણ જીત્યો હતો. તે બાદ 1986માં રીલિઝ થયેલ ફિલ્મ “સલ્તનત”થી તેમણે બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.

જૂહી પ્રોફેશનલ લાઇફ કરતા વધારે તે પર્સનલ લાઇફને લઇને વધુ ચર્ચામાં રહી હતી. વર્ષ 1988માં જૂહી “કયાામત સે કયામત તક” ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.

આ ફિલ્મે જૂહીની કિસ્મત બદલી દીધી અને તેણે કયારેય પાછળ વળીને ના જોયુ. જૂહી તેના કરિયરની બુુલંદિયો પર હતી પરંતુ અચાનક તેમણે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા. તેમણે પાંચ વર્ષ મોટા બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નની ખબર સાંભળી બધા હેરાન રહી ગયા હતા. તેમણે આ વાતની કોઇને ભનક પણ લાગવા દીધી ન હતી.

આ લગ્નની ખબરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને સામાન્ય જનતા પણ હેરાન રહી ગઇ. લાખો લોકોના દિલની ધડકન જૂહી ચાવલાની પહેલા કોઇ પણ અફેરની વાત સાંભળવામાં આવી ન હતી. આ લગ્નને લઇને જૂહીને ઘણી વાતો સાંભળવી પડી હતી.

ઘણા લોકોએ તેમની મજાક બનાવી હતી. લોકોએ જૂહીને લઇને અલગ અલગ કમેન્ટ્સ કરી હતી. કેટલાકે તો તેમના પતિને વૃદ્ધ કહી દીધુુ હતુુ. જૂહીને લોકએ એ સુધી કહી દીધુ હત કે તેણે પૈસા માટે લગ્ન કર્યા છે.

તમને જણાવી દઇએ કે, જૂહી ચાવલા જય મહેતાની બીજી પત્ની છે. જય મહેતાના પહેલા લગ્ન સુજાતા બિરલા સાથે થયા હતા. તેમની 1990માં બેંગલુુરુમાં એક પ્લેન દુર્ઘટનામાં મોત થઇ હતી.

આ ઘટનામાં જૂહીની માતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. એવામાં બંને બિલકુલ એકલા થઇ ગયા હતા અને તે દરમિયાન બંને એકબીજાનો સહારો બન્યા અને તે બાદ બંને વચ્ચે નજીકતા આવી અને બંનેએ સીક્રેટ રીતે 1995માં લગ્ન કરી લીધા.

Shah Jina