અભિનેત્રી જૂહી ચાવલાએ 5G ટેસ્ટિંગ વિરૂદ્ધ પહોંચી હાઇકોર્ટ, જાણો કારણ

દુનિયાભરમાં 5G ટેસ્ટિંગને લઇને અલગ અલગ વાત સાંભળવા મળી રહી છે. કેટલાક લોકો તેના ફાયદા ગણી રહ્યા છે તો કેટલાક લોકોનું એવું માનવું છે કે, આની ટેસ્ટિંગ ઘણી હાનિકારક સાબિત થઇ શકે છે. દેશ અને દુનિયાના અલગ અલગ તબક્કાથી લઇને લોકો ચિંતા જતાવી રહ્યા છે. હવે બોલિવુડ અભિનેત્રી જૂહી ચાવલાએ પણ તેને લઇને ચિંતા જાહેર કરી છે. દેશમાં 5G ટેસ્ટિંગ વિરૂદ્ધ તેનો અવાજ બુલંદ કર્યો છે.

જૂહી ચાવલાએ દિલ્લી હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરાવી છે. જૂહી ચાવલાની આ યાચિકા જસ્ટિસ સી હરિશંકરના સમક્ષ આવી હતી, જેણે તેમને બીજી બેચને સ્થળાંતરિત કરી દીધી છે. જે પર 2 જૂને સુનાવણી થશે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે, જો દૂરસંચાર કંપનીઓ 5G નેટવર્ક સ્થાપિત કરવાની ઇઝાઝાત આપી દીધી તો ધરતી પર માણસ, જાનવર, પક્ષી, કીડા-મકોડા અને કોઇ પણ છોડ તેના વિકિરણના પ્રભાવથી અછૂતા નહિ રહી શકે.

આ બધા પર 24 કલાક 365 દિવસ હાજર રેડિએશનથી 100 ગણા વધારે સ્તરનો પ્રભાવ જોવા મળશે. આ રેડિએશન ધરતીના ઇકોસિસ્ટમને ખરાબ રીતે બગાડી દેશે અને તેને કયારેય બીજીવાર સુધારી શકાશે નહિ. એડવોકેટ દીપક ખોલસા દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે કારણ કે સરકારી એજન્સીઓ અને દૂરસંચાર કંપનીઓને એ નિર્દેશ આપવામાં આવે કે સાબિત કરે કે આ 5G નેટવર્ક જનતાની ભલાઇ માટે છે.

ઇંડિયામાં 5G નેટવર્કનું ટ્રાયલ જલ્દી જ શરૂ થવાનુ છે સાથે જ ન્યુઝ એ છે કે, જૂહી ચાવલા ઇંડિયામાં 5G નેટવર્કનું ટ્રાયલ રોકાવવા માટે અદાલત પહોંચી ગઇ છે. તેણે અદાલતમાં અરજી મૂકી છે કે, ટેલિકોમ કંપનીઓને 5G નેટવર્કનું ટ્રાયલ કરવાથી રોકવામાં આવે. સ્પીડની વાત કરીએ તો, 5G ઇન્ટરનેટ 4G ઇન્ટરનેટથી લગભગ 100 ગણુ તેજ હોય છે.

જો કે, આ પર દુરસંચાર મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે, SERB દ્વારા કોઇ પણ સ્ટડીમાં એવું સામે આવ્યુ નથી કે 2G, 3G, 4G અને 5G સેલુલર ટેક્નોલોજીને કારણે માણસ, જાનવર કે છોડને કોઇ પણ રીતનું નુકશાન થાય છે.

Shah Jina