જો તમારા ગાલ પર પણ નથી પડતા ડિમ્પલ તો ના કરો અફસોસ- એક નાના અમથા જુગાડથી આવી જશે ડિમ્પલ, જુઓ વીડિયો

ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકોના ગાલ પર ડિમ્પલ પડતા હોય છે, લોકો તેમના તરફ વધુ આકર્ષાય છે. ડિમ્પલને બ્યુટી સ્પોટ પણ ગણવામાં આવે છે. જેમના ગાલ પર ડિમ્પલ નથી પડતા હોતા, એ લોકો વિચારે છે કે કાશ ! તેના ગાલ પર પણ ડિમ્પલ પડતા હોતા ? ભારતમાં આવા ઘણા સેલિબ્રિટી સ્ટાર્સ છે, જેઓ તેમની ડિમ્પલ સ્માઇલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, પ્રીતિ ઝિન્ટાના ગાલ પર પડતા ડિમ્પલ્સ તેમના ચહેરાની સુંદરતામાં વધુ વધારો કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક છોકરી દેશી જુગાડથી પોતાના ગાલ પર ડિમ્પલ બનાવતી જોવા મળી રહી છે. યુવતીનો આ વીડિયો જોઈને લોકોના દિમાગની બત્તી ગુલ થઇ ગઇ છે. વીડિયોમાં યુવતી તેના ગાલ પર ખૂબ જ અનોખી રીતે ડિમ્પલ બનાવે છે. આ પછી, તેના ગાલ પર ખરેખર ડિમ્પલ દેખાવા લાગે છે. વાયરલ વીડિયોમાં એક છોકરી જોવા મળી રહી છે. સૌ પ્રથમ, જોઈ શકાય છે કે તેના ગાલ પર કોઈ ડિમ્પલ નથી. આ પછી તે ‘માર્કર પેન’ લે છે અને તેના ગાલ પર નિશાન બનાવે છે. આ પછી, તે તેની આંગળી વડે તે નિશાન ઘસે છે.

આ પછી, જ્યારે તે હસે છે, ત્યારે તેના ગાલ પર ડિમ્પલ દેખાવા લાગે છે. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના આશ્ચર્યનો પાર ન રહ્યો. મોટાભાગના યુઝર્સ વીડિયો જોઈને દંગ રહી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 80 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. જ્યારે વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ADULTGRAM 😉 (@_adultgram_)

આ વીડિયો ખૂબ જ ઝડપથી જોવામાં આવી રહ્યો છે અને સાથે સાથે શેર પણ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે છોકરીને પહેલાથી જ ડિમ્પલ હતા. જ્યારે મોટાભાગના લોકો વીડિયો પર સરપ્રાઈઝ ઈમોજી કમેન્ટ કરી રહ્યા છે.

Shah Jina