VIDEO: લોકડાઉનમાં બહાર જમવા આમને કર્યો અનોખો જુગાડ, IPSએ કહ્યું “આવું બધા જ કરી શકે છે !”

આપણા ડેશન ઇન્દર લોકો જુગાડ કરવા માટે માહિર છે. આ કોરોના કાળની અંદર ઘણા એવા જુગાડ જીવ મળ્યા જોઈને આપણે પણ આશ્ચર્યમાં પડી જઈએ. હાલ જયારે એક તરફ દેશની અંદર કોરોના સંક્ર્મણ ફેલાયેલું છે, ત્યારે આવા સમયમાં લોકો બહાર ખાવાનો વિચાર પણ નથી કરી શકતા, સરકાર દ્વારા પણ હવે હોટલમાં ટેક અવેની સુવિધા જ શરૂ કરવામાં આવી છે ત્યારે આવા સમયે એક વ્યક્તિએ જે જુગાડ કર્યો છે તે જોઈને તમે પણ કહેશો કે આ બરાબર છે.

સોશિયલ મીડિયા ઉપર આ જુગાડનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે પણ બહારનું ખાવાનું ખાઈ શકો છો. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને આઇપીએસ અધિકરી દીપાંશુ કાબરા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો શેર કરવાની સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે. #COVIDJUGAD કોરોનાના કારણે બહાર જઈને ખાવું સુરક્ષિત નથી. એટલા માટે દુનિયાભરમાં સર્જનાત્મક આઇડિયાને શોધવામાં આવી રહ્યા છે. આ પણ એક અનોખું ઇનોવેશન છે. જેને કોઈપણ અપનાવી શકે છે.”

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ કારમાં બેઠા છે. ત્યાં જ એક ફૂડ વર્કર આવે છે અને ગાડીમાં જ તેમના બંને માટે એક ટેબલ ફિટ કરી દે છે. ત્યારબાદ તે ટેબલ ઉપર તેમનો ઓર્ડર સજાવી દેવામાં આવે છે. જેના બાદ તે બંને વ્યક્તિઓ ગાડીમાં બેઠા બેઠા જ ખાવાનું ખાય છે.

સોશિયલ મીડિયા ઉપર હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોને પણ આ અનોખો જુગાડ ખુબ જ પસંદ આવી રહ્યો છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને……

Niraj Patel